ઇણાજ ખાતે મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોનું પુનર્ગઠન કરવા બેઠક યોજાઇ

0
275

ગીર-સોમનાથ જિલ્લા સેવાસદન, ઇણાજ ખાતે મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને મતદાન મથકોનું પુનર્ગઠન કરવા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગીર-સોમનાથ જિલ્લામાં મતદાન મથકોનું પુનર્ગઠન કરવા અંગે ૯૦-સોમનાથ, ૯૧-તાલાળા, ૯૨ કોડીનાર (અ.જા.) અને ૯૩-ઉના વિધાનસભા મતવિભાગના ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રીને પ્રાથમિક દરખાસ્ત અન્વયે રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે વિગતવાર મતદાન મથકોના પુનર્ગઠન વિશે ચર્ચા કરવામાં આવી હતી અને રાજકીય પક્ષો તરફથી મતદાન મથક સબંધિત સલાહ-સુચનોને આવકારવામાં આવ્યા હતા. તેમજ રાજકીય પક્ષોને મતદારો વધુને વધુ ઓનલાઇન NVSP અને VOTER HELP LINE નો ઉપયોગ કરી મતદારયાદીમાં સુધારો વધારો કરવા જણાવવામાં આવ્યું હતું.

અહેવાલ:- હમીરસિંહ દરબાર ,ગીર સોમનાથ