ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના લોકોએ ઘર આંગણે આરોગ્યલક્ષી સારવારનો લઇ રહ્યા છે લાભ

0
125

રાજ્ય સરકાર દ્વારા ૧૫ મી મે થી શરૂ કરવામાં આવેલા ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા રાજ્યનાં કોવીડ-૧૯ ઈફેક્ટીવ કન્ટેન્ટમેન્ટ ઝોન અને આજુબાજુ વસવાટ કરતાં નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર અપાઇ રહી છે. ધન્વંતરી આરોગ્યરથ અભિયાન દરમિયાન તાવ, ઉધરસ, શરદી જેવી નાની-મોટી બીમારી માટે ઓ.પી.ડી તેમજ ડાયાબિટીસ અને બ્લડપ્રેસર ચેક કરવામાં આવે છે અને જરૂરતમંદોને દવાઓ પણ વિનામૂલ્યે રથના માધ્યમ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આ રથમાં ઓપીડી માટે ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, આયુર્વેદ તબીબ સહિત અન્ય કર્મચારીઓ પણ સેવાઓ પૂરી પાડી રહ્યા છે.


કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે વેરાવળ શહેર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ ધનવંતરી આરોગ્ય રથ શરૂ કરી લોકોને ઘર આંગણે આરોગ્યની તપાસ કરી સારવાર આપવામાં આવી રહી છે
વેરાવળની મહિલા કોલેજ નજીક ગીતા નગરમાં રહેતા ૪૭ વર્ષીય જીતેન્દ્રભાઈએ ધન્વંતરી આરોગ્ય રથ નો લાભ લઇ જણાવ્યું હતું કે, હું મહિલા કોલેજ નજીકથી નીકળતા જ આરોગ્ય રથના તબીબો દ્વારા મારા શરીરનું તાપમાન અને ઓક્સિજન માપી આરોગ્યની તપાસ કરી હતી અને ત્યારબાદ જરૂરી સામાન્ય દવા પણ આપી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના વાયરસના મહામારીના સમયમાં પણ સરકારે આરોગ્યપ રથ શરૂ કરી ખૂબ સારૂ કાર્ય કર્યું છે. જીતેન્દ્રભાઇ સાથે વેરાવળ શહેરનાં નાગરિકો જ્યારે ધન્વંતરી રથ આંગણે આવ્યાની ભાળ મળતા ઘરનાં સભ્યોની આરોગ્ય તપાસણી અર્થેઆવી પહોંચતા લોકો વચ્ચે વાતચિતનો સુર કઇંક એવો રહ્યો કે રાજ્ય સરકાર દ્વારા કોવિડ-૧૯નાં સંક્રમણને નિવારવા આરોગ્ય સંભાળ સેવાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સામાન્ય રીતે ચોમાસામાં વરસાદી નવા નિર અને બદલાતા ભેજયુક્ત તાપમાનમાં ફેરફાર થવાથી લોકોમાં શરદી-તાવ અને વાયરલ ફીવરની સામાન્ય તકલીફો જોવા મળતી હોય છે. આવા સમયે નગરનાં નગરજનોની આરોગ્ય તપાસ અને સાધનિક ઐષાધિ પણ આપી ખરા અર્થમાં સરકાર પ્રજાનાં ધ્વારેઆવી હોય એવુ લોકો વચ્ચે ચર્ચાતુ સંભળાયુ હતુ.
સંભાળ સેવાઓ આપતી મોબાઇલ વાન વેરાવળ શહેર અને ગામડાઓનાં વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને તેમનાં ઘરઆંગણે સેવા તો પુરી પાડે છે. સાથે સાથે રક્તચાપ, મધુપ્રમેહ, હ્રદય સંબંધી બિમારી વગેરેની પણ પ્રાથમિક સારવાર અને નિદાન રથના માધ્યમથી મળતા અત્યોદય અને છેવાડાનાં લોકોની આરોગ્ય સુખાકારીમાં લાભપ્રદ બની રહેલ છે.
કોરોનાં વોરીયર્સ એવા તબીબો અને પેરમેડીકલનાં સેવાકર્મીઓ આમ સમાજનાં બહેનો અને ભાઇઓ, બાળકોની આરોગ્ય તપાસ કરી સારવાર આપી રહ્યા છે. જીતેન્દ્રભાઇએ વાતને આગળ રજુ કરતા કહ્યુ કે ખરા સમયમાં સરકાર આગળ આવી લોકોના આરોગ્યની ચિંતા કરી છે. આરોગ્ય રથના કર્મચારીઓ હવે લોકોને ઘર આંગણાં સુધી પહોંચી આરોગ્યની તપાસ કરવા દર્દી સુધી પહોંચે છે. તે સરકારશ્રી નું સરાહનીય કાર્ય છે.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચેતન મહેતાએ કહ્યુ હતુ કે સાંપ્રત સમયમાં કોરોનાં વાયરસનાં સાવધ રહેવા અને શારીરિક વ્યાધીઓનાં નિદાન સારવાર માટે વધુમાં વધુ લોકોએ આરોગ્ય રથ નો લાભ લઇ તેમનું તંદુરસ્ત આરોગ્ય રાખવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ગીરગઢડા, તાલાલા અને ઉના સહિત છ તાલુકામાં આરોગ્ય શાખા દ્વારા આરોગ્ય રથનું પરિભ્રમણ કરવામાં આવી રહ્યું છે. જેના માધ્યમથી દરરોજ બહોળી સંખ્યામાં લોકોના આરોગ્યની તપાસ કરી સારવાર કરવામાં આવી રહી છે.

અહેવાલ:- હમીરસિંહ દરબાર ,ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here