રાજ્યમાં ભરતી અને નિમણૂંક પ્રક્રિયાઓને લઇને CM રૂપાણીએ આપ્યો મહત્વનો આદેશ

0
259
ગુજરાતમાં યુવાનોને રોજગારીને લઇને સૌથી મોટા સમાચાર આવ્યાં છે. રાજ્યમાં ભરતી અને નિમણૂંક પ્રક્રિયા ફરી શરૂ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્ય વહીવટી તંત્રને આદેશ આપવામાં આવ્યો છે. જેમાં પૂર્ણ થયેલી ભરતી પ્રક્રિયાના નિમણૂક પત્રો આપવા આદેશ અપાયો છે.
  • રાજ્યમાં ભરતી અને નિમણૂંક પ્રક્રિયાઓ શરૂ થશે
  • ભરતી પ્રક્રિયા ફરીથી શરૂ કરવા અપાયા આદેશ
  • CM રૂપાણીએ આપ્યા વહીવટી તંત્રને આદેશ

રાજ્યના યુવાનો માટે સૌથી મહત્વના સમાચાર આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વહીવટી તંત્રને પૂર્ણ થયેલી ભરતી પ્રક્રિયાના નિમણૂક પત્રો આપવા આદેશ કર્યો છે. જેમાં 8 હજારથી વધુ નિમણૂંક પત્રો આપવામાં આવશે. 

આમ રાજ્યમાં ભરતી અને નિમણૂંક પ્રક્રિયા શરૂ થશે. પૂર્ણ થયેલી ભરતી પ્રક્રિયાના નિમણૂક પત્રો આપવા આદેશ કરાયો છે. જ્યારે બીજી તરફ 5 મહિનામાં 20 હજારથી વધુ યુવાઓને નોકરીની તક મળશે. સરકારી વિભાગોમાં રોજગારીની નવી તકો મળશે.રાજ્યના વિવિધ વિભાગમાં છેલ્લા ચાર વર્ષોમાં સવા લાખ ભરતી કરાઈ છે. ત્યારે હવે અટકેલી સરકારી નોકરીની ભરતી હવે તાત્કાલિક કરાશે.

  • સુશાંતના મોતનું કારણ CBI હજુ શોધી શક્યું નથી ત્યાં સ્વામીએ જણાવી દીધા 2 કારણો
  • SBI ગ્રાહકો માટે મોટા સમાચાર, આ જાણી લેજો નહીંતર બૅંક ખાતું ખાલી થઈ જશે
  • કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કંપનીઓ થઈ માલામાલ જ્યારે ખેડૂતો બેહાલ થયાના આરોપ

ઉલ્લેખનીય છે કે સરકારી ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સરકારે કવાયત હાથ ધરી હતી. ભરતી પ્રક્રિયા મુદ્દે CM વિજય રૂપાણીએ પરીક્ષા પરિણામોની યાદી મંગાવી હતી. GPSCની 103 પેન્ડિંગ ભરતીના પરિણામોની યાદી મેળવવામાં આવી હતી. આ મુ્દ્દે ગઇકાલે  GSSSBના અધ્યક્ષ અસિત વોરા સાથે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.