કોરોનાના કહેર વચ્ચે ગુજરાતીઓ માટે શું આવ્યા મોટા રાહતના સમાચાર? જાણીને થઈ જશો ખુશ

0
355

ગુજરાતમાં કોરોનાથી સાજા દવાનો દર 81.02 ટકા થઈ ગયો છે. ગઈ કાલે 1218 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.

અમદાવાદ ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના કેસો સામેથી શોધી કાઢવા માટે એગ્રેસિવ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેને પગલે કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી તો કોરોનાના દૈનિક કેસો 1300ને પાર પહોંચી ગયા છે. જોકે, આ બધાની વચ્ચે ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર એ છે કે, રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર સતત વધી રહ્યો છે.

ગુજરાતમાં કોરોનાથી સાજા દવાનો દર 81.02 ટકા થઈ ગયો છે. ગઈ કાલે 1218 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. અત્યાર સુધીમાં કુલ 82,398 દર્દીઓ સાજા થયા છે. આમ, કોરોનાનો રિકવરી રેટ સારો હોવાને કારણે એક્ટિવ કેસો ખૂબ જ ધીમે ધીમે વધી રહ્યા છે. હાલ, ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 16219 છે.

ગઈ કાલે એક જ દિવસમાં ગુજરાતમાં 75,453 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે 1160.81 પ્રતિ દિન પ્રતિ મીલીયન વસ્તીના છે. ગઈ કાલે કોરોનાના નવા 1320 કેસ નોંધાયા હતા.