ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ભારત-ચીનની સીમા પર પરિસ્થિતિ ખૂબ ગંભીર છે, અમે મદદ માટે તૈયાર

0
137

ભારત અને ચીનની વચ્ચેના વિવાદને લઈને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ્ર ટ્રમ્પે શુક્રવારે મદદની વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ભારત -ચીન સીમા પર વિવાદને ઉકેલવામાં મદદ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ભારત અને ચીની સીમા પર પરિસ્થિતિ ખુબ ખરાબ છે. હું ભારત અને ચીનની મદદ કરવા તૈયાર છું. જો અમે કંઈ કરી શકીએ તો મદદ કરવાનું પસંદ કરીશું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે વિવાદના મુદ્દા પર અમે બન્ને દેશો સાથે વાત કરી રહ્યા છીએ.

  • ભારત અને ચીની સીમા પર પરિસ્થિતિ ખુબ ખરાબ છે
  • જો આમાં દખલ દઈને કોઈ મદદ કરી શકીશું તો આનંદ થશેઃ ટ્રમ્પ
  • રાજનાથ સિંહ અને ચીનના રક્ષા મંત્રી જનરલ વેઈ ફેંધહીની વચ્ચે મોસ્કોમાં બેઠક યોજાઈ

ટ્રમ્પે શુક્રવારે સાંજે વ્હાઈટ હાઉસમાં સંવાદદાતોને કહ્યું કે ભારત ચીન સીમા પર સ્થિતિ ઘણી ખરાબ છે . જો આમાં દખલ દઈને કોઈ મદદ કરી શકીશું તો આનંદ થશે. તેમણે ફરી કહ્યું કે સીમા પર સ્થિતને લઈને ભારત-ચીન બન્ને દેશો સાથે વાત કરી રહ્યા છીએ.

  • સુશાંતના મોતનું કારણ CBI હજુ શોધી શક્યું નથી ત્યાં સ્વામીએ જણાવી દીધા 2 કારણો
  • SBI ગ્રાહકો માટે મોટા સમાચાર, આ જાણી લેજો નહીંતર બૅંક ખાતું ખાલી થઈ જશે
  • કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કંપનીઓ થઈ માલામાલ જ્યારે ખેડૂતો બેહાલ થયાના આરોપ

ત્યારે ભારત- ચીન  સીમા વિવાદની વચ્ચે રાજનાથ સિંહ અને ચીનના રક્ષા મંત્રી જનરલ વેઈ ફેંધહીની વચ્ચે મોસ્કો ખાતે 2.20 કલાકની બેઠક યોજાઈ હતી. ટ્રમ્પ પહેલા પણ આ રીતને પ્રસ્તાવ મુકી ચૂક્યા છે.

ભારત-ચીનની મધ્ય સીમા પર તૈનાતની વચ્ચે સેનાની તૈયારીનું નિરિક્ષણ કરવા આર્મી ચીન નરવણેએ 2 દિવસની લદ્દાખની મુલાકાત લીધી હતી. તેમ જ તેમણે કહ્યું હતું કે તેઓ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.  સીમાની સ્થિતિ નાજુક છે પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પગલા ભ્યા છે. સમસ્યાનો ઉકેલ વાતચીતથી થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here