પાંચ ભારતીયોને ઉઠાવીને લઇ ગઇ ચીની સેના! ધારાસભ્યએ PMOને કરી ટ્વીટ

0
274

ભારત અને ચીનની સેનાની વચ્ચે તણાવ વધી રહ્યો છે. તેની વચ્ચે અરૂણાચલ પ્રદેશથી પાંચ લોકોએ ચીનની સેના ઉઠાવીને લઇ ગયાનો મામલો સામે આવ્યો છે. અરૂણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય નિનૉન્ગ એરિંગે દાવો કરતાં કહ્યું છે કે ચીનની સેના એ બોર્ડર પરથી 5 ભારતીયોનું અપહરણ કરી લીધું છે.

અરૂણાચલ પ્રદેશથી કોંગ્રેસના ધારાસભ્ય નિનૉન્ગ એરિંગે દાવો કર્યો છે કે અરૂણાચલ પ્રદેશના ઉપરી સુબનસિરી જિલ્લાના પાંચ લોકોને કથિત રીતે ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી દ્વારા અપહરણ કરાયું છે. થોડાંક મહિના પહેલાં આ જ પ્રકારની ઘટના બની હતી. ચીનની સેનાને જવાબ આપવો જોઇએ.

આપને જણાવી દઇએ કે થોડાંક સમયથી ભારત અને ચીનની વચ્ચે સરહદ પર તણાવ બનેલો છે. ચીને કેટલીય વખત ભારતીય ક્ષેત્રોમાં ઘૂસણખોરી કરવાની કોશિષ પણ કરી છે.