ચિત્રોડ પાસેથી દેશી તમંચા અને કારતૂસ સાથે એક પકડાયો

0
123

રાપરના ચિત્રોડ પાસેથી બાતમી આધારે વોચમાં રહેલી પૂર્વ કચ્છ એસઓજીની ટીમને એક શખ્સ દેશી તમંચો તથા એક જીવતા કાર્ટીસ સાથે મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતા દેશી તમંચો વેચનાર અન્ય આરોપીનું નામ પણ ખુલ્યું હતું.આ અંગે મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છ એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે વોચમાં હતી ત્યારે ચિત્રોડ ચાર રસ્તા તરફ જતા રસ્તે ગોવિંદપરના પાટિયા પાસે નલિયાટીંબા, રાપર ખાતે રહેતો ૩૨ વર્ષીય દેવેન્દ્ર કુંભાભાઈ ઝાલાને ૧૫૦૦ની કિમંતનો હાથ બનાવટનો લોખંડની નાળ વાળો દેશી તમંચો તથા રૂ. ૫૦ની કિમંતનો જીવતો કાર્ટીસ મળી કુલ રૂ. ૧૫૫૦નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો તથા આરોપીની પૂછપરછ દરમ્યાન આ દેશી તમંચો તેણે રાપરના ભચુ રાયધણ લુહાર પાસેથે ખરીધો હોવાનું કબૂલાતા આદેસર પોલીસે મથકે આરોપીને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here