ભચાઉ પાસેથી છળકપટથી મેળવેલા ૧૧ લાખના યુરિયા ખાતર સાથે ૧ પકડાયો

0
215

પુર્વ કચ્છની લોકલ ક્રાઈમ બ્રાંચ દ્રારા ચોરી કે છળકપટથી મેળવેલા યુરીયા ખાતરની ૪૫૦ બોરીઓને ટ્રકમાંથી ઝડપી પાડી હતી. જે સાથે ચાલકની અટક કરીને કુલ ૧૧.૧૯ લાખનો મુદામાલ જ કર્યેા હતો.એલસીબીએ બાતમીના આધારે ભચાઉ સામખીયાળી હાઈવે પર ટ્રકને ઝડપી પાડી હતી. જેની તપાસ કરતા આધાર પુરાવા વીનાની યુરીયા ખાતરની ૪૫૦ નગં બોરી કે જેની કિમંત ૧,૧૯,૭૦૦ થવા જાય છે તે જ કરી હતી. આ સાથે ચાલક રામસીંગ સુજાજી ગોહિલ (રહે. બુકણા, બનાસકાંઠા) ની અટક કરીને ટ્રકના ૧૦ લાખની કિમંત ગણી કુલ ૧૧,૧૯,૭૦૦ ના મુદામાલને કબ્જે કર્યેા હતો. આ કામગીરીમાં પીએસઆઈ એમ.એસ. રાણા અને સ્ટાફ જોડાયો હતો