ભારતમાં કોરોના ૪૦ લાખને પાર: ૨૪ કલાકમાં ૮૬૪૩૨ કેસ, ૧૦૮૯ના મોત

0
254
  • કુલ ૪૦,૨૩,૧૭૯ દર્દી, ૩૧,૦૭,૨૨૩ સાજા થયા, ૬૯૫૬૧ મૃત્યુ પામ્યા


દેશમાં કોરોના વાયરસની સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે ૪૦ લાખને પાર થઈ ગઈ છે. કોરોનાના નવા કેસ દરરોજ નવા નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૬૪૩૨ નવા કેસ સામે આવ્યા છે યારે ૧૦૮૯ દર્દીઓના મોત ગયા છે. નવા કેસ આવ્યા બાદ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યાએ ૪૦,૨૩,૧૭૯ થઈ ગઈ છે. આ પહેલાં શુક્રવારે દેશમાં ૮૩૩૪૧ નવા દર્દી મળ્યા હતા યારે ૧૦૯૬ લોકોના મોત નિપયા હતા.


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં અત્યારે કોરોનાના ૮,૪૬,૩૯૫ એકિટવ કેસ છે યારે કોરોના સંક્રમણને પગલે ૬૯૫૬૧ દર્દીઓના જીવ ગયા છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધી ૩૧,૦૭,૨૨૩ લોકો સાજા થઈ ગયા છે.


મહારાષ્ટ્ર્રમાં શુક્રવારે એક દિવસમાં કોરોનાના સૌથી વધુ ૧૯૨૧૮ નવા કેસ સામે આવ્યા હતા હવે અહીં કુલ કેસની સંખ્યા ૮,૬૩,૦૬૨ થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ વધુ ૩૭૮ દર્દીઓના મોત થવાથી અહીં મૃત્યુઆકં ૨૫૯૬૪ થઈ ગયો છે. અત્યારે રાયમાં ૨,૧૦,૯૭૮ દર્દીઓની સારવાર ચાલી રહી છે. વિભાગે કહ્યું કે શુક્રવારે ૧૩૨૮૯ વધુ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ સાથે જ રાયમાં ૬,૨૫,૭૭૩ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.


ગુજરાતમાં કોરોના વાયરસના એક દિવસમાં સૌથી વધુ ૧૩૨૦ નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર નવા દર્દીઓ મળ્યા બાદ કુલ કેસ ૧,૦૧,૬૯૫ થઈ ગયા છે. રાયમાં સંક્રમણને કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ દર્દીઓના મોત નિપજતાં અહીં કુલ મૃત્યુઆકં ૩૦૭૮ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૧૮ વધુ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતાં ગુજરાતમાં કુલ ૮૨૩૯૮ દર્દી સાજા થઈ ગયા છે.