9 સપ્ટેમ્બર સુધી શોવિક-મિરાન્ડા NCBના રિમાન્ડમાં રહેશે, કૈઝાન 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં

0
110

રિયાનો ભાઈ શોવિક બ્લેક રંગની હૂડીમાં જોવા મળ્યો. આજે (પાંચ સપ્ટેમ્બર) શોવિકને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો તો તે મીડિયાથી બચતો જોવા મળ્યો હતો

  • શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો, કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ આવ્યો
  • NCBના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે, ‘શોવિક અને સેમ્યુઅલ પર દેશી અને વિદેશી ડ્રગ્સ ખરીદવાનો આરોપ છે’

શુક્રવારે મોડી રાતે NCBએ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક અને સુશાંતનો હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ કરી હતી. કોર્ટે શોવિક તથા સેમ્યુઅલના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ બંને નવ સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર રહેશે. મેજિસ્ટ્રેટ નરેન્દ્ર જોષીએ આ ચુકાદો આપ્યો હતો. આ સાથે જ કૈઝાનને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સુશાંત સિંહ રાજપૂતના ઘરે કામ કરતા દીપેશ સાવંતની ધરપકડ કરી શકે છે. આખી રાત તેની પૂછપરછ કરવામાં આવી હતી

કોર્ટમાં રજૂ કરતા પહેલા NCBએ મુંબઈની લોકમાન્ય તિલક હોસ્પિટલમાં શોવિક તથા મિરાન્ડાનો કોવિડ 19નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા કૈઝાન ઈબ્રાહિમ તથા જૈદને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ચારેયનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

NCBએ સાત દિવસના રિમાન્ડ માગ્યા
NCBએ શોવિક તથા સેમ્યુઅલના સાત દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે, કોર્ટે આ બંનેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. શોવિક ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદેએ NCB રિમાન્ડનો વિરોધ કર્યો હતો. શોવિક ચક્રવર્તી તથા સેમ્યુઅલ મિરાન્ડાનો મુંબઈની કિલા કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવ્યો હતો. કોર્ટમાં NCBના અધિકારી સમીર વાનખેડે હાજર હતા.

રિયાની 6 સપ્ટેમ્બરે પૂછપરછ થાય તેવી શક્યતા
રિયા આજે એટલે કે પાંચ સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચ વાગે રિયાને સમન્સ પાઠવી શકે છે. ચર્ચા છે કે NCB રવિવાર, છ સપ્ટેમ્બરના રોજ રિયાની પૂછપરછ કરી શકે છે.

CBI ટીમ મુંબઈના DRDO ગેસ્ટ હાઉસ પહોંચી
CBI અધિકારી નૂપુર પ્રસાદ DRDO ગેસ્ટ હાઉસ પહોંચી ગયા છે. CBI સ્મિતા પરીખની પૂછપરછ કરી હતી. સિદ્ધાર્થ પિઠાનીની હાલમાં પૂછપરછ થઈ રહી છે. સુશાંતની બહેન મીતુ સિંહ પણ હાલમાં DRDO ગેસ્ટ હાઉસમાં છે અને CBI તેની પૂછપરછ કરી રહી છે.

ટીમે સુશાંતના બાંદ્રા સ્થિત ઘરની તપાસ કરી

CBI તથા AIIMSની ટીમ સુશાંતના બાંદ્રા સ્થિત ઘરમાં દોઢ કલાક સુધી વીડિયોગ્રાફી તથા તસવીરો લીધી હતી. આ સમયે સુશાંતની બહેન મીતુ પણ હાજર હતી. સિદ્ધાર્થ પિઠાની, નીરજ પણ સુશાંતના ઘરમાં હાજર હતાં. આ પહેલા પણ એકવાર CBIની ટીમ સુશાંતના ઘરમાં ક્રાઈમ સીન રી-ક્રિએટ કરવા પહોંચી હતી.

ધરપકડ બાદ સુશાંતના પરિવારના વકીલે શું કહ્યું?
ઝૂમ ટીવી સાથેની વાતચીતમાં વિકાસ સિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું, હું તો બસ એટલું જ કહી શકીશ કે આ તો શરૂઆત છે. જરા વિચાર તો કરો કે મુંબઈ પોલીસ અત્યાર સુધી બધાથી શું છુપાવી રહી હતી.

રિયાની ધરપકડ થઇ શકે છે
NCB રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે સમન્સ મોકલી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઇલેક્ટ્રોનિક એવિડન્સને આધારે શોવિક ના નહિ પાડી શકે કે તેણે રિયાના કહેવા પર ઘણીવાર ડ્રગ્સ ખરીદ્યા હતા. આથી રિયાની ધરપકડ પણ કદાચ નક્કી જ છે.

શુક્રવારે સવારે 6:40 વાગ્યે રિયા અને મિરાન્ડાના ઘરે દરોડા પાડીને શરુ થયેલી NCBની કાર્યવાહી હજુ પણ ચાલુ જ છે. આ ઉપરાંત સુશાંત કેસમાં પણ CBI તપાસનો આજે 16મો દિવસ છે. સુશાંતના સંપર્કમાં રહેતા કેટલાક લોકોને DRDO ઓફિસ બોલાવવામાં આવશે.

ડ્રગ્સ પેડલર સાથે શોવિકના સંપર્ક હોવાના પુરાવા મળ્યા
ડ્રગ્સ મામલે ધરપકડ કરાયેલા કૈઝાન, બાસિત પરિહાર અને ઝૈદ શોવિક સાથે ડાયરેક્ટ સંપર્કમાં હતા. શોવિક અને બાસિતની મુકાલાત ફૂટબોલ ક્લબમાં થઇ હતી. બાસિતે શોવિકની મુલાકાત સોહેલ સાથે કરાવી હતી, જે તેને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. NCBએ મુંબઈની એક કોર્ટમાં જણાવ્યું કે, સુશાંતના મૃત્યુ કેસમાં ડ્રગ્સ કનેક્શનમાં ધરપકડ કરાયેલા બાસિતે કહ્યું કે, શોવિકના કહેવા પર ડ્રગ્સ ખરીદતો હતો.

સેમ્યુઅલ મિરાન્ડાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે હું સુશાંત માટે ડ્રગ્સ ખરીદતો હતો. સેમ્યુઅલને ઝૈદનો નંબર શોવિકે આપ્યો હતો. ઝૈદે પણ પૂછપરછમાં સ્વીકાર્યું છે કે, સુશાંતના મૃત્યુ પછી જુલાઈના અંતમાં પણ તે સેમ્યુઅલને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. આ માટે શોવિકે રોકડા રૂપિયા આપ્યા હતા.

સેમ્યુઅલની પત્ની NCB ઓફિસ પહોંચી
ધરપકડના સમાચાર મળતાની સાથે સેમ્યુઅલ મિરાન્ડાનો વકીલ અને પત્ની NCB ઓફિસ પહોંચી ગયા. સેમ્યુઅલના વકીલે મીડિયાને જણાવ્યું કે, ‘મારી પાસે દેખાડવા માટે કઈ જ નથી. હું માત્ર તે જાણવા આવ્યો છું કે સેમ્યુઅલ પર કયા આરોપ છે અને તેને કઈ કોર્ટમાં હાજર કરવામાં આવશે.’

NDPSએ આ કલમ હેઠળ ધરપકડ કરી
આ દરમિયાન NCBના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે, શોવિક અને સેમ્યુઅલ પર દેશી અને વિદેશી ડ્રગ્સ ખરીદવાનો આરોપ છે. ટેક્નિકલ એવિડન્સ પછી બંનેની ધરપકડ કરી છે. અમને જે પુરાવા મળ્યા છે તેનો વિરોધ નહિ કરી શકે. બંનેને ઓફેન્સ ઓફ ડ્રગ્સ કન્ઝપ્શન, અરેન્જીંગ પ્રોક્યોરિંગ ડ્રગ જેમ કે NDPS સેક્શન 20B, 28, 28 હેઠળ અરેસ્ટ કર્યા છે. તેમાં 27A પણ સામેલ છે.

શોવિકની ધરપકડ પછી સુશાંતના પરિવારનો પ્રથમ રિસ્પોન્સ સામે આવ્યો છે. એક્ટરની બહેન શ્વેતાએ ટ્વિટર પર લખ્યું કે, ‘ભગવાન તમારો આભાર. અમને બધાને સત્યની દિશામાં માર્ગદર્શન આપતા રહો.’

શોવિક ચક્રવર્તીનો આ ફોટો તેને કસ્ટડીમાં લઇ ગયા પછીનો છે

શોવિક ચક્રવર્તીનો આ ફોટો તેને કસ્ટડીમાં લઇ ગયા પછીનો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here