પી.એમ.કેર્સ ફંડમાંથી જી. જી. હોસ્પિટલને વધુ ૭૫ વેન્ટીલેટર ફાળવવામાં આવતા વડાપ્રધાનશ્રીનો આભાર વ્યકત કરતા સાંસદશ્રી પૂનમબેન માડમ

0
260

જામનગર તા. ૦૫ સપ્ટેમ્બર, જામનગરમાં કાર્યરત સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી સરકારી શ્રી ગુરૂ ગોવિંદસિંધ હોસ્પીટલ, ક્રોવિડ-૧૯ હોસ્પીટલને પી.એમ. કેર્સ ફંડ માંથી વધુ ૭૫ વેન્ટીલેટર ફાળવવામાં આવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જામનગર દેવભૂમિ દ્રારકા જીલ્લાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ આભાર વ્યકત કર્યો છે. આ પહેલા ગત જુલાઇ માસમાં પણ પી.એમ.કેર્સ ફંડમાંથી ૫૦ વેન્ટીલેટર ફાળવાયા હતા.


સમગ્ર રાષ્ટ્ર કોવિડ-૧૯ની મહામારી સામે જંગ લડી રહયુ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળ સમગ્ર રાષ્ટ્ર કોરોનાની મહામારી સામે જંગ જીતવા સજજ થઈ રહયુ છે, તેમજ આ સજજતાના ભાગરૂપે પી.એમ.કેર્સ ફંડ માંથી મહત્વનું યોગદાન અવિરત જરૂર ઉભી થાય કે તરત વખતોવખત આપવામાં આવી રહયુ છે જેના ભાગરૂપે રાષ્ટ્રભરમાં જયાં જયાં ગંભીર પરિસ્થિતી હોય અને તાતી જરૂરીયાત હોય તે પુરી કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આદૈશનુસાર સંપુર્ણ સેવાઓ પુરી પાડીને રાષ્ટ્રના જન જનના આરોગ્યની ચિંતા કરવામાં આવી રહી છે.
જામનગરમાં જી.જી.હોસ્પીટલમાં કાર્યરત કોવિડ-૧૯ હોસ્પીટલમાં જામનગર જીલ્લા સહીત આજુબાજુના જીલ્લાઓમાં દર્દીઓ સારવાર માટે આવે છે, જેમાં કોરોનાના ગંભીર દર્દીઓને અમુક વખતે વેન્ટીલેટર પર રાખવાની પરિસ્થિતી ઉભી થાય છે ત્યારે જી.જી.હોસ્પીટલને કોરોના સામેના જંગમાં વઘુ સજજ કરવા માટે અને દર્દીઓના હીત માટે પી.એમ.કેર્સ ફંડ માંથી જુલાઇ માસમાં ૫૦ વેન્ટીલેટર ફાળવવામાં આવ્યા બાદ ફરીથી ૭૫ વેન્ટીલેટર ફાળવવામાં આવ્યા છે આ અત્યંત જરૂરી સેવાના માનવતા સભર નિર્ણય અને ફાળવણી બદલ સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ વડાપ્રધાન શ્રી નરેન્દૂભાઈ મોદીનો આભાર વ્યકત કર્યો છે અને આશાવ્યક્ત કરી છે કે જામનગરની જી.જી.હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓની ક્રીટીકલ સંજોગોમાં સઘન સારવાર થઇ રહી છે તે હજુ વધુ સારી રીતે સારવાર થઈ શકશે.


અહેવાલ:- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here