રાહુલ ગાંધીના મોદી સરકાર પર કટાક્ષ, કહ્યું- કોરોના તો બહાનું છે, સરકારી ઓફિસોને ‘સ્ટાફ મુક્ત’ બનાવાની છે

0
130

કૉંગ્રેસ નેતાએ દાવો કર્યો કે, “કોરોના માત્ર બહાનું છે, સરકારી ઓફિસોમાં કાયમી સ્ટાફ મુક્ત બનાવાના છે. યુવાઓનું ભવિષ્ય છીનવવાનું છે. મિત્રોને આગળ વધારવાનું છે.”

નવી દિલ્હી કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્રની મોદી સરકાર પર કટાક્ષ કર્યા છે. શનિવારે તેમણે આક્ષેપ કર્યા કે, ‘ન્યૂનતમ શાસન, મહત્તમ ખાનગીકરણ’ આ સરકારના વિચારો છે.

કૉંગ્રેસ નેતાએ દાવો કર્યો કે, “કોરોના માત્ર બહાનું છે, સરકારી ઓફિસમાં કાયમી સ્ટાફ મુક્ત બનાવાના છે. યુવાઓનું ભવિષ્ય છીનવવાનું છે. મિત્રોને આગળ વધારવાનું છે.”

રાહુલ ગાંધીએ એક અહેવાલ શેર કર્યો છે તેના પ્રમાણે, કોરોના સંકટને જોતા સરકારે નવી સરકારી નોકરીઓના સર્જન પર રોક લગાવી દીધી છે.

આ અગાઉ પણ રાહુલ ગાંધી રોજગાર અને અર્થવ્યવસ્થાના મુદ્દા પર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, વિકાસ ગાયબ છે, “5 ટ્રિલિયન ડૉલર અર્થવ્યવસ્થા ગાયબ છે, સામાન્ય નાગરિકની આમદની ગાયબ, દેશની ખુશી અને સુરક્ષા ગાયબ, સવાલ કરો તો જવાબ ગાયબ ”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here