કેન્દ્રની ગાઈડલાઈન/ જાહેર જગ્યાઓ અને કામ કરવાની જગ્યાએ માસ્ક પહેરવું જરૂરી, જાહેર સ્થળ પર થૂંકનારને સજા અને દંડ

0
465
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે લોકડાઉન 3 મે સુધી વધારી દીધું છે, પહેલાં તે 25 માર્ચથી 14 એપ્રિલ સુધી હતું
 • સરકારે સ્પષ્ટ કર્યું છે કે, બહાર નીકળવાના નિયમો ખૂબ કડક હશે, જ્યાં કોરોના નહીં ફેલાય ત્યાં 20 એપ્રિલથી અમુક શરતો સાથે છૂટ આપવામાં આવશે

નવી દિલ્હી. કેન્દ્ર સરકારે બુધવારે લોકડાઉનની નવી ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, જાહેરા જગ્યાઓ અને કામ કરતાં હોવ તે જગ્યાઓ પર માસ્ક પહેરવો ફરજિયાત છે. જો કોઈ જાહેર જગ્યાએ થૂંકતુ ઝડપાશે તો તેમના માટે સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશમાં 21 દિવસનું લોકડાઉન વધુ 19 દિવસ લંબાવી દીધું છે. તેમણે કહ્યું હતું કે, આ વખતે લોકડાઉનમાં બહાર નીકળવાના નિયમો ખૂબ કડક છે. જ્યાં કોરોના નહીં ફેલાયો હોય ત્યાં 20 એપ્રિલ પછી અમુક શરતોએ છૂટ આપવામાં આવશે.
વડાપ્રધાને એવું પણ કહ્યું છે કે, જે જગ્યાઓ હોટસ્પોટમાં ફેરવાય તેવી શંકા છે ત્યાં કડક નજર રાખવામાં આવશે. તેથી આગામી એક સપ્તાહ સુધી કડક વલણ અપનાવવામાં આવશે. 20 એપ્રલ સુધી દરેક શહેર, જિલ્લા અને રાજ્ય પર કડક નજર રાખવામાં આવશે.

આ સુવિધાઓ 3 મે સુધી બંધ

 • દરેક પ્રકારની ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ રદ
 • દરેક પેસેન્જર ટ્રેન બંધ
 • પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઉપયોગમાં લેવાતી બસો બંધ
 • મેટ્રો રેલ સેવાઓ બંધ
 • મેડિકલ કારણોને બાદ કરતાં કોઈ પણ વ્યક્તિ એક જિલ્લામાંથી બીજા જિલ્લા કે રાજ્યમાં મૂવમેન્ટ નહીં કરી શકે
 • દરેક પ્રકારના એજ્યુકેશન, ટ્રેનિંગ અને કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ બંધ
 • મંજૂરી મળ્યા સિવાયના દરેક પ્રકારના કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ ગતિવિધિઓ બંધ
 • મંજૂરી મળ્યા સિવાયની હોસ્પિટાલિટી સેવાઓ બંધ રહેશે
 • ઓટો રિક્શા, સાઈકલ રિક્શા, ટેક્સી અને કેબ સેવા બંધ રહેશે
 • દરેક સિનેમા હોલ, શોપિંગ મોલ, શોપિંગ કોમ્પલેક્સ, જિમ, સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સ્વીમિંગ પુલ, પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને તેના જેવી દરેક તમામ જગ્યાઓ બંધ રહેશે.
 • દરેક પ્રકારના સામાજિક, રાજકીય, સ્પોર્ટ્સ, મનોરંજન, એકેડેમિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સમારોહ અને મેળાને મંજૂરી નહીં મળે.
 • સામાન્ય જનતા માટે દરેક ધાર્મિક સ્થાન અને ઈબાદત સ્થળ બંધ રહેશે. ધાર્મિક કાર્યક્રમો સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here