ચીને ભારતને બરાબરનું સંભળાવ્યું, રાજનાથે ફેંગે ને કહ્યું- અમારા ઇરાદાને લઇ કોઇ ભ્રમમાં ના રહેતા

0
114

રક્ષામંત્રી રાજનાથસિંહે ચીન કડક અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પૂર્વી લદ્દાખમાં તણાવનું એકમાત્ર કારણ ચીની સૈનિકોનું આક્રમક વલણ છે અને જો આ ચાલુ રહે તો ભારત પોતાની સાર્વભૌમત્વની સુરક્ષા માટે કોઈપણ હદે જવા તૈયાર છે. તેમણે આ સંદેશ રશિયાની રાજધાની મોસ્કોમાં ચીનના રક્ષામંત્રી જનરલ વેઇ ફેંગે સાથેની વાતચીત દરમ્યાન આપ્યો હતો.

રક્ષા મંત્રી કાર્યાલય દ્વારા રજૂ કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રક્ષા મંત્રી એ (વાતચીત દરમિયાન) ચીની સૈનિકોની કાર્યવાહી, તેમનો આક્રમક વ્યવહાર અને દ્વિપક્ષી સંધિઓનું ઉલ્લંઘન કરતાં એકતરફી જમીની પરિસ્થિતિને બદલવાની કોશિષના મુદ્દા પર ભાર મૂક્યો હતો. તેમણે ચીનથી સરહદ પર મોટી સંખ્યામાં સૈન્ય મોકલવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની બેઠક દરમ્યાન ભારત અને ચીનના રક્ષા મંત્રીની વચ્ચે વાતચીતને લઇ ટ્વિટર પર આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે સરહદ પ્રબંધનના પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે અને નિભાવતા રહેશે પરંતુ પોતાની સાર્વભૌમત્વ અને અખંડિતતા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. એક ટવીટમાં કહેવામાં આવ્યું છે કે રક્ષામંત્રીએ કહ્યું હતું કે બોર્ડર મેનેજમેન્ટના પ્રત્યે ભારતીય સૈનિકોનું વલણ હંમેશાથી ખૂબ જ જવાબદારભર્યું રહ્યું છે પરંતુ ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાની રક્ષાના પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાને લઇ કોઇ શંકા હોવી જોઇએ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here