સુરતના પુણા પોલીસે લાખોના નકલી માસ્ક સાથે પિતા પુત્રની કરી ધરપકડ

0
153

કોરોના કાળ દરમિયાન દાણ ચોરી અને ડુપ્લીકેટ વસ્તુ વેચનારાઓને છુટ્ટો દોર મળી ગયો છે. આવી જ એક ઘટના સુરતમાં બની હતી. જેમાં પિતા પુત્ર બંને બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ માસ્ક વેચતા હતા. જેનો પર્દાફાશ સુરતની પુણા પોલીસે કર્યો છે.

મળતી વિગતો અનુસાર અમેરિકાની કંપનીના બ્રાંડેડ માસ્કના નામે નકલી માસ્કનું સસ્તામાં પુણા વેચાણ કરતા પિતા-પુત્રને પોલીસે દબોચ્યા છે. ઇન્ડિયા માર્ટ પર ફેશનવીલાના નકલી નામથી માસ્ક વેચતા હતા.

કંપની વતી લીગલ ડિપાર્ટમેન્ટ સંભાળતા ગોરધન રાજપુતે ઠગોને ઓન લાઈન 3500 માસ્કનો ઓર્ડર આપ્યો હતો. ઠગોએ તે માસ્ક લેવા માટે પુણામાં કડોદરા રોડ પર વકિલ વાડી પાસે ટાઇમ સ્ક્વેર પાસે રોડ પર બુધવારે સાંજે બોલાવ્યો હતો. ત્યારે પુણા પોલીસે છટકું ગોઠવ્યું હતું.

સાંજે ચંદુ વિરજી રામોલિયા અને તેનો દીકરો ધ્રુતિશ રામોલિયા (બંને રહે.અભિનંદન રેસિડેન્સી, ઉતરાણ)ને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી કબજે કરેલ માસ્કની કિંમત 3.46 લાખ રૂપિયા બતાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here