વોરા કોટડા ગામે મામાના ઘરે આવેલ યુવાન નદીના પાણીમાં ડૂબી જતા મોત

0
101

ગોંડલ તાલુકાના વોરા કોટડા ગામે નદીની બેઠી ધાબી ઉપર પૂરના પાણી ને લઈને અવારનવાર અકસ્માતો સર્જાયા કરે છે ત્યારે વધુ એક અકસ્માતમાં મામાના ઘરે આવેલ યુવાન નદીના પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ પાસેના કોઠારીયા ગામે રહેતો લક્ષ્મણ રમેશભાઈ કુકડિયા ઉંમર વર્ષ 17 વોરા કોટડા ગામે રહેતા મામા નાનજીભાઈ માવજીભાઈ બાવળીયા ના ઘરે બે દિવસ પહેલા આવ્યો હોય બપોરના ભેંસો ચરાવતી વેળાએ ભેંસો નદીના પાણીમાં જાવા લાગતા તેને રોકવા જતા લક્ષ્મણ નદીના ઊંડા પાણીમાં ગરક થઇ જતાં અન્ય સાથેના યુવાનોએ ગ્રામજનો અને ગોંડલ નગરપાલિકાના ફાયર ફાયટરો-તરવૈયાઓને ઘટનાની જાણ હતી તરવૈયાઓએ કલાકોની મહેનત બાદ યુવાનના મૃતદેહ ને નદીના પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે ગોંડલ સરકારી દવાખાને ખસેડાયો હતો. યુવાન બે ભાઈ અને એક બહેન ના પરિવારમાં નાનો હોવાનું ગામના સરપંચ નિલેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું મામલતદાર ચુડાસમા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here