ગોંડલ તાલુકાના કોલીથડ ગામે સગીરાના અપહરણનો આવારા તત્વો નો પ્રયાસ રોષે ભરાયેલા ગ્રામજનોએ ચક્કાજામ કર્યો

0
455

કોલીથડ ગામે આવારા તત્વો દ્વારા વારંવાર યુવતીઓની છેડતી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય ગતરાત્રીના સગીરાનું અપહરણ કરવાનો પ્રયાસ કરતા ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરાતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી અન્ય ત્રણને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા

પ્રાપ્ત વિગતો મુજબ કોલીથડ ગામ ના સરપંચ ગોપાલભાઈ સાવલિયા, કિરીટભાઈ સાવલિયા તેમજ પૂર્વ સરપંચ રાજુભાઈ એ ટેલિફોનિક જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ગામમાં આવારા શખ્સોની અવરજવર વધી હોય ખુલ્લેઆમ દારૂના ચીકાર નશામાં બહેનો દીકરીઓની છેડતી કરી રહ્યા હોય ગત રાત્રીના 10:00 વાગ્યે હદ વટાવી સગીરાના અપહરણનો પ્રયાસ કર્યો હતો દરમિયાન બુમાબુમ મચી જતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને અપહરણ કરતાંની ચુંગલમાંથી સગીરાને બચાવી હતી આ દરમિયાન આવારા શખ્સોએ સગીરાના મોઢા પર બચકું ભરી લીધું હોય સારવાર માટે ગોંડલ સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી ગ્રામજનોએ ગામના જ ત્રણ શકશો અને ગરનાળા ના એક શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરી હતી.

અપહરણની ઘટનાને પગલે ગામમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો હોય ગ્રામજનો અને બહોળી સંખ્યામાં મહિલાઓ રોડ પર આવી ચક્કાજામ કરી દીધો હતો ઘટનાને પગલે તાલુકા પોલીસ દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી

અપહરણ પ્રયાસને નિષ્ફળ બનાવી ગ્રામજનોએ બે મોટરસાયકલ કબજે કર્યા હોય તેમજ એક યુવાન ઝડપાયો હોય પોલીસ હવાલે કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું