સુલતાનપુર વિરા ગ્રુપ સભ્યો નું સન્માન કરતા ગોંડલ ના પૂર્વ ધારાસભ્ય તેમજ આગેવાનો.

0
106

ગોંડલ સુલતાનપુર મા છેલ્લા બે વર્ષ થી વીરા ગ્રુપ દ્વારા પક્ષી બચાવો, સ્વચ્છ ભારત અભિયાન, ફ્રી માસ્ક વિતરણ સહિત સેવાકીય પ્રવૃત્તિ ઓ કરવામાં આવી રહી છે. આ સમસ્ત કાર્યો કરવા બદલ વિરા ગ્રુપ ને અત્યાર સુધી મા 6 એવોર્ડ પણ મળેલા છે જેમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, બ્રાવો ઇન્ટરનૅશનલ બુક ઓફ રેકોર્ડ, ઓ એમ જી બુક ઓફ રેકોર્ડ તેમજ ક્રેન્ડ્સ બુક ઓફ રેકોર્ડ નો સમાવેશ થાય છે આવા અનેક કાર્ય કરવા બદલ વિરા ગ્રુપ ને અભિનંદન વર્ષા મળી રહી છે જેના અનુશન્ધાને આજરોજ ગોંડલ ના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા, નાગરિક બેન્ક ચેરમેન જેન્તીભાઈ ઢોલ, ભાજપ પ્રમુખ સમીર કોટડીયા, શાસક પક્ષ ના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ કિસાન મોરચા પ્રમુખ હિતેશભાઈ ગોંડલીયા દ્વારા તમામ વિરા ગ્રુપ ના સભ્યો નું સિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વિરા ગ્રુપ ના સભ્યો દિવ્યેશ કાછડીયા, શૈલેષભાઇ ગોંડલીયા, લાલજી કાછડીયા, મનોજ ભાદાણી, મુકેશ બોઘાણી, જયદીપ ભાદાણી, તુલસી રૈયાણી, હર્ષદ ચોવટીયા, રોહિત કાછડીયા ને અભિનંદન સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here