રિયાના મોબાઈલે ખોલી પોલ, ડ્રગ્સ લેવા અને ખરીદીવામાં હતી સંડોવણી

0
93

રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ફસાયેલી જોવા મળી રહી છે. આ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને રિયાના ભાઈ શોવિકની ધરપકડ થઈ ચૂકી છે. આ પછી, રિયા ચક્રવર્તી પણ પોતાની જાળીમાં ફસાયેલી જોવા મળી રહી છે. હવે તપાસ દરમિયાન તેની પોલ તેના વોટ્સએપ ચેટના કારણે ખુલ્લી પડી છે.

તપાસ એજન્સીઓએ શોધી કાઢ્યું છે કે, રિયા ચક્રવર્તીની સંડોવણી ડ્રગ્સની ખરીદી, વેચાણ અને ઉપયોગમાં હતી. અગાઉ એક મુલાકાતમાં તેણે કહ્યું હતું કે તે ડ્રગ્સ લેતી નથી. પરંતુ રિયા ચક્રવર્તીની વોટ્સએપ ચેટમાં ખુલાસો થયો છે કે  તેણે કોન્ટ્રાબેંડ્સ પ્રોડક્ટસ ખરીદી છે, વેંચી છે. આ નાર્કોટિક ડ્રગ્સ અને સાઈકોટ્રોપિક સબ્સટેંસેઝ એક્ટ 1985 હેઠળ આવે છે. તેવામાં હવે રિયાની સમસ્યાઓમાં વધારો થઈ શકે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here