સુરત: STPL કંપની દ્વારા 6 કલાક પાવર વગર ચાલી શકતું 8 કિલોનું વેન્ટીલેટર તૈયાર, કિંમત માત્ર રૂ.50 હજાર

0
307

STPL દ્વારા તૈયાર કરાયેલું વેન્ટીલેટર કારની બેટરી પર પણ ચાલી શકે છે

સુરતમાં મેડીકલ ક્ષેત્રમાં ખુબ જ ઉપયોગી થાય તેવું અને ફક્ત આઠ કિલો વજન વાળું એક વેન્ટિલેટર સુરતની એસ.ટી.પી. એલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલમાં ગોઠવવામાં આવેલું એસ. ટી. પી. એલ કંપનીનું વેન્ટિલેટર માત્રા પચાંસ હજાર રૂપિયાની કિંમતમાં તૈયાર થયું છે આ અંગે કંપનીના સી .ઓ. રાહુલ ગાયવાલા પાસે જાણવા મળ્યું છે કે સરળતાથી હેરફેર કરી શકાય ઓછા પાવરે પણ કામ કરી શકે તેને ધ્યાનમાં રાખીને આ વેન્ટિલેટર તૈયાર કરવામાં આવ્યું છે તેઓ જણાવે છે કે 230 વોલ્ટ ની બેટરી આ વેન્ટિલેટર માં ફિટ કરવામાં આવી છે જો વિકટ ની પરિસ્થિતિ સર્જાય તો વગર આ વેન્ટિલેટર છ કલાક ચાલી શકે છે કોઈ ઈમરજન્સી દર્દીને એક જગ્યાએ થી બીજી જગ્યાએ ખસેડવામાં આવે તેવી પરિસ્થિતિમાં વેન્ટિલેટર મદદરૂપ નીવડી શકે છે આ વેન્ટિલેટર માં ઇન્ડિયન બેટરી હોવા થી પાર્ટ ની સોટઁજ નડશે નહીં અને આવનારા દિવસોમાં આ વેન્ટિલેટર બહુ ઉપયોગી સાબિત થશે.

હાલ રોજના 5 વેન્ટીલેટર મશીન હાલ તૈયાર થઈ શકે છે

વધુ ઉમેરતાં કંપનીના સીઈઓ જણાવે છે કે, રોજના 5 વેન્ટીલેટર મશીન હાલ તૈયાર થઈ શકે છે પરંતુ સરકાર સાથે ચાલી રહેલી વાટાઘાટ બાદ પરવાનગી મળે તો કંપની રોજના 250 મશીનો બનાવી શકાશે.

(અહેવાલ: સુનીલ ગાંજાવાલા- સુરત)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here