ઓનલાઈન અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ બની રહ્યા છે આ ગંભીર બીમારીનો શિકાર- નોંધાયા આટલા કેસ

0
387

કોરોના મહામારીને કારણે હાલમાં તમામ શાળાઓ બંધ હોવાંને કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન જ અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.કોરોનાકાળમાં સ્કૂલ બંધ હોવાંને કારણે ઓનલાઈન ક્લાસનું વલણ ફરજિયાત બની ગયું છે.

એની વિપરિત અસર બાળકોનાં સ્વાસ્થ્ય પર પડી રહી છે. બાળકો નોમો ફોબિયા બીમારીનો શિકાર બની રહ્યા હોવાને કારણે રાત્રે ઊંઘમાંથી જાગીને મોબાઈલ તેમજ લેપટોપ ચેક કરવાં લાગે છે.બાળકોને લાગી રહ્યું છે, કે કોઈ મહત્વનો મેસેજ આવ્યો હશે. નોમો ફોબિયા બીમારીમાં પીડિત ગેજેટ્સમાં ઘણીવાર અપડેટ ચેક કરે છે તથા એનાથી અળગા રહી શકતાં નથી.

પટનાની ઘણી હોસ્પિટલમાં આવા કેસો સામે આવ્યા છે. દર મહિને કુલ 300થી પણ વધુ કેસ સામે આવી રહ્યા છે. બાળકોમાં ગભરામણ, માથાનો દુખાવો, શ્વાસ લેવામાં સમસ્યા તથા ઓછી યાદશક્તિી સમસ્યાઓ જોવાં મળી રહી છે. ડૉક્ટરનાં જણાવ્યા મુજબ સતત મોબાઈલ તથા લેપટોપનાં વપરાશથી બાળકોનાં શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પર પણ ઘણી અસર થઈ રહી છે.

સિનિયર ડૉક્ટર વિવેક વિશાલ જણાવતાં કહે છે, કે મોબાઈલ તથા લેપટોપનો સતત વપરાશ કરવાંને કારણે દિનચર્યામાં ફેરફાર આવ્યો છે. એની અસર માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય પર ઘણી થઈ રહી છે. IGIMSનાં મનોરોગ નિદાન વિભાગનાં હેડ ડૉ. રાજેશ કુમાર શર્મા જણાવતાં કહે છે, કે નોમો ફોબિયા બીમારીની અસર તાત્કાલિક જોવાં મળતી નથી. થોડા સમય પછી એમાં ગભરામણ તથા ઓછી યાદશક્તિ જેવાં લક્ષણો જોવાં મળતાં હોય છે.

સતત મોબાઈલ તથા લેપટોપનાં વપરાશને કારણે મગજમાં પરિવર્તન આવે છે. IGIMSનાં આંખ વિભાગનાં હેડ ડૉ. વિભૂતિ પ્રસન્ન સિન્હાનાં જણાવ્યા મુજબ સ્વસ્થ વ્યક્તિ કુલ 1 મિનિટમાં માત્ર 18-20 વાર આંખો પલકાવે છે પણ ગેજેટનાં વધુ પડતાં વપરાશને કારણે એની સંખ્યામાં ઘટાડો થઈને માત્ર 3-4 વાર જ થાય છે.

કેસ 1:
કંકડબાગમાં રહેતો માત્ર ચોથા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી રોહન રાત્રે જાગીને મોબાઈલ ચેક કરી રહ્યો હતો. એની આ લતથી રોહનનાં વાલી ઘણી મુશ્કેલીમાં મુકાઈ ગયાં હતાં. ડૉક્ટરની પાસે લઈ જતાં જાણવા મળ્યું, કે રોહન નોમો ફોબિયથી પીડિત છે. હાલમાં એને મોબાઈલનાં પ્રયોગથી દૂર કરવામાં આવ્યો છે.

કેસ 2:
પટનામાં આવેલ ચૌહટ્ટામાં રહેતો અભય રાજ માત્ર 7 માં ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે. એ રાત્રે જાગીને મોબાઈલ તથા લેપટોપ ચેક કરી રહ્યો હતો. ડૉક્ટરનું માર્ગદર્શન લેવામાં આવ્યું તો જાણ થઈ કે એ ભૂલી જવાની બીમારી ધરાવે છે.

કેસ 3:
કુર્જીમાં આવેલ અલાઉદ્દીન પ્રાઈવેટ નોકરી સાથે MBAનો અભ્યાસ કરી રહ્યો છે. તેઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે. એમની આંખોમાં સતત બળતરાંની ફરિયાદ રહેતી હતી. એમને ભૂલી જવાની બીમારી પણ થઈ ગઈ હતી. ડૉક્ટરની સૂચન લીધા પછી હવે તેઓ મોબાઈલ તથા કમ્પ્યૂટરનો ઓછો પ્રયોગ કરે છે.