સબ ઈન્સ્પેક્ટરે 5 મહિના કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવી, કોરોનાથી મૃત્યુ પામનારા 430 લોકોના અંતિમ સંસ્કાર કર્યા; એનિવર્સરી પર પત્નીને પણ નથી મળ્યા

0
341

તારીખ 3 માર્ચ. શહેર જયપુર. સ્થળ રાજસ્થાન યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ, શહેરના લોકો આને RUHS કહે છે. સાંજનો સમય છે, ઘણા કોરોના શંકાસ્પદ દર્દીઓને અહીંયા લાવવામાં આવે છે. લોકો સુધી સમાચાર પણ પહોંચવા લાગે છે અને સાથે સાથે ભય પણ હોસ્પિટલમાં ફેલાવા લાગે છે.

24 કલાકની અંદર આઠ માળની હોસ્પિટલ ખાલી થઈ જાય છે. સપ્તાહની અંદર તો સ્થિતિ એવી થઈ જાય છે કે પોલીસ બોલાવવી પડે છે. છેલ્લે 10 એપ્રિલે સબ ઈન્સ્પેક્ટર સુંદરલાલને ટીમ સહિત RUHSમાં તહેનાત કરી દેવાયા. તેમને માત્ર 14 દિવસ માટે મોકલવામાં આવ્યા હતા. પરંતુ આ ડ્યૂટી લગભગ પાંચ મહિના લંબાઈ ગઈ. આ દરમિયાન ટીમે કોરોનાથી જીવ ગુમાવનાર 430 લોકોના અંતિમ સંસ્કાર કર્યા. સાજા થઈ ચુકેલા લોકોને ઘરે પહોંચાડ્યા. ક્યારેક પોતે લઈ જતા તો ક્યારેક ભાડુ આપીને લઈ જતા હતા.

હાલ બે સપ્ટેમ્બરે સુંદરલાલ ફરી પોતાના પોલીસસ્ટેશનમાં આવી ગયા છે. પાંચ મહિનાના તેમના અનુભવોને તેમણે કવિતામાં ઢાળીને એક પુસ્તક પબ્લિશ કરી છે. સુંદરલાલે પાંચ મહિનાનો અનુભવ પાંચ કહાનીઓમાં જણાવ્યો છે..

પહેલી કહાનીઃ પાંચ વર્ષની બાળકીનું કોરોનાથી મોત, પિતા પાસે જઈ શકતો ન હતો
પાંચ વર્ષની એક બાળકીનું કોરોનાથી મોત થઈ ગયુ. પિતા હોસ્પિટલની બહાર જ હતા. દૂરથી ઊભેલા જોઈ રહ્યો. તેમની આંખોમાં આંસુ પણ નહોતા. બસ બીક હતી તો પોતાના જીવની. તેમને માસૂમના અંતિમ સંસ્કાર કરવાના તો દૂર પણ તેની નજીક જવાની પણ ના પાડી દીધી હતી. ઘણું સમજાવ્યા પછી તે સાથે આવવા માટે રાજી થયા. જેમ તેમ કરીને તેને બાળકીના અંતિમ સંસ્કાર કરવા માટે મનાવ્યા હતા.

બીજી કહાનીઃ બીક એવી હતી કે કોઈએ ખોટા ફોન નંબર આપ્યા, તો કોઈએ ફોન બંધ કરી દીધો
હોસ્પિટલ આવનારા ઘણા દર્દીઓની સ્થિતિ ગંભીર હતી. તેમના પરિવારજનો હોસ્પિટલ રેકોર્ડમાં તેમનો મોબાઈલ નંબર સુદ્ધા ખોટો આપીને જતા હતા. દર્દીના મોત પછી તેમના પરિવારને શોધવામાં ઘણો સમય લાગી જતો હતો. પરિવારની ભાળ મળે તો પણ તેઓ કહી દેતા હતા કે અમે અંતિમ સંસ્કાર નહીં કરીએ. ઘણા લોકોએ તો નંબર સાચા આપ્યા, પણ દર્દીના મોત પછી નંબર બંધ કરી દેતા હતા. આવા ઘણા દર્દીઓના અંતિમ સંસ્કાર મે અને મારા સાથીઓએ કર્યા હતા.

ત્રીજી કહાનીઃ મોતના 9 દિવસ પછી પિતાને શોધ્યા, તે આવી ન શક્યા તો જાતે જ અંતિમ સંસ્કાર કર્યા
અરુણાચલ પ્રદેશના 20 વર્ષીય યુવક સાજન 6 જૂને ICUમાં દાખલ થયા હતા. 7જૂનના રોજ તેમનું મોત થયું. 11 જૂન સુધી પરિવારની ભાળ ન મળી શકી. મોબાઈલ ફોનથી ઓળખ થઈ તો અમે 12 જૂને સાજનની માતાને ફોન કર્યો. તેમના પિતા સાથે વાત થઈ તેમણે લોકડાઉનના કારણે જયપુર આવી નહીં શકે તેવું જણાવ્યું. પિતાએ કહ્યું કે, દીકરાના અંતિમ સંસ્કાર કરાવી દો. 9 દિવસ પછી 15 જૂને અમે સાજનના અંતિમ સંસ્કાર કર્યા અને વીડિયો કોલ કરીને પરિવારને દીકરાના અંતિમ સંસ્કાર કરાવ્યા.

ચોથી કહાનીઃ પત્નીને એનિવર્સરી પર ભેટ મોકલીને સમાચારોમાં છવાયા
મારી પત્ની પણ સબ ઈન્સપેક્ટર છે. પણ બીક એવી છે કે જ્યારે તેમની સાથે વાત થતી હતી અને હું રજા લઈને ઘરે જવા માટે કહેતો તો મારી પત્ની કહેતી હતી કે તમે ત્યાં જ રહો. થોડાક સમય માટે આવીને ન જતા રહો. જ્યારે આવો તો પુરી રજા લઈને આવજો. 20 એપ્રિલે લગ્નની વર્ષગાંઠ હતી પણ પત્નીને મળી તો શક્યો નહીં. તેમને ગિફ્ટમાં માસ્ક, સેનેટાઈઝર, એલોવેરા જ્યુસ મોકલ્યા તો મીડિયામાં સમાચાર બની ગયા.

સુંદરલાલની પત્ની મંજૂ પણ SI છે. 20 એપ્રિલે બન્નેની એનિવર્સરી હતી. સુંદરલાલ કોવિડ હોસ્પિટલમાં ડ્યૂટીના કારણે તેમની પત્નીને મળી શક્યા ન હતા.

સુંદરલાલની પત્ની મંજૂ પણ SI છે. 20 એપ્રિલે બન્નેની એનિવર્સરી હતી. સુંદરલાલ કોવિડ હોસ્પિટલમાં ડ્યૂટીના કારણે તેમની પત્નીને મળી શક્યા ન હતા.

પાંચમી કહાનીઃ માતા હોસ્પિટલમાં એકલી ન રહે, તેના માટે પરિવારમાંથી કોઈ એક 24 કલાક સાથે રહેતા હતા
એક 63 વર્ષની મહિલા કોરોના પોઝિટિવ હતી. માતાને એકલા મુશ્કેલી ન પડે એટલા માટે વકીલ દીકરો કોરોના નેગેટિવ આવ્યા છતા માતા પાસે 24 કલાક વોર્ડમાં રહેતો હતો. જ્યાં સુધી માતાને સારું ન થઈ ગયું, દીકરો માતા સાથે જ રહ્યો. માતા રિકવર થયા બાદ માતા-દીકરો સાથે ઘરે આવ્યા. આવી જ બીજી એક કહાની છે. એક મહિલા જ્યારે હોસ્પિટલ આવી તો તેની સાથે ત્રમ લોકો હતા. મહિલાની વહુ, દીકરી અને દીકરો. જ્યાં સુધી મહિલા સાજી ન થઈ ત્રણેયમાંથી કોઈ એક તેમની સાથે રહેતું હતું. ત્રણ સભ્યો શિફ્ટમાં વહેંચાઈ ગયા હતા. જ્યાં સુધી બીજો ન આવી જાય, પહેલા નહોતો જતો.આ જોઈને લાગ્યું કે, કોરોના પણ આપણા દેશમાં સંબંધોને ખતમ ન કરી શકે.