સલામ/ પડધરી પોલીસના ASI જગતસિંહની અહર્નિશ સેવાને

  0
  507

  કહેવાય છે કે ભગવાન બધે જ છે અને બધા નો છે, આ વાત સાબીત કરી બતાવી છે પડધરી પોલીસ સ્ટેશન ના ASI શ્રી જગતસીંહ જાડેજા એ.

  રાજકોટ જીલ્લાના હાઇવે પડધરી ના પાટીયા પાસે એક કચરા ના ઢગલા નજીક એક ગાંડો યુવક બેસે છે, એ જગ્યા જ એનું ઘર છે અને તેની આગળ પાછળ કોઈ નથી.

  જગતસીંહ જાડેજા પડધરી પોલીસ સ્ટેશન માં પોતાની ફરજ દરમ્યાન આ વ્યક્તી માટે દરરોજ સવાર સાંજ ૨ ટાઈમ પોતાના ઘરે જઈ ટીફીન લાવી, અને આ ગાંડા વ્યક્તી ને પોતાની હાથે પીરસી અને ને જમાડે છે. પરંતુ છેલ્લા ઘણા સમય થી કરે છે.

  જગતસીંહ આ સેવાનું કાર્ય ફક્ત લોકડાઉન દરમ્યાન જ નહીં પણ છેલ્લા ઘણા સમય થી કરે છે અને મજાની વાત તો એ છે કે એ ગાંડા વ્યક્તી ને જગતસીંહ સાથે એવી લાગણી બંધાઈ ગઈ છે જેથી એ જગતસીંહ સીવાય અન્ય કોઈ પર ભરોસો નથી કરતો. અન્ય ઘણા લોકોએ એમને જમવાનું આપવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ જગતસીંહ જે ટીફીન લાવે એ જ જમે છે.

  સલામ છે માનવ પ્રત્યે એક માનવ ની માનવતા ને અને સો સો સલામ છે જગતસીંહ જાડેજા ની મહાનતા તથા ઉદારતા ને.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here