ખેડૂતો અને મધ્યમ વર્ગીય પરિવારોને સરળતાથી લોન આપવા આ ત્રણ બેન્કોએ કર્યો મોટો ફેરફાર- જાણો જલ્દી

0
323

સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસથી દેશમાં 3 મોટી બેંકોએ કેટલાક અગત્યના નિર્ણય લીધા છે. આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્ર બેંક અને બેંક ઓફ બરોડા આ ત્રણ બેંક એ લીધો મોટો નિર્ણય લીધો છે , જેની સીધી અસર ગ્રાહકો પર પડશે. તો આવો જાણીએ કે શું મહત્વપૂર્ણ નિર્ણય આ બેંક દ્વારા લેવામાં આવ્યા છે.

બેંક ઓફ બરોડાએ વધુ સિબિલ સ્કોરવાળા લોકોને ઓછા વ્યાજ દરે લોન આપવા નું નક્કી કયું છે. જે લોકો સારો સિબિલ સ્કોર ધરાવતા હશે તેવા લોકોને આનો સીધો લાભ મળશે. વધુ સિબિલ સ્કોરવાળાને જ સસ્તી લોન મળશે. બેંક ધિરાણની બાબતમાં સારા ક્રેડિટ સ્કોરનો પણ સમાવેશ કર્યો છે. અર્થાર્ત જેની પાસે વધુ ક્રેડિટ સ્કોર છે, તેમને ઓછા વ્યાજે લોન મળશે. જ્યારે ઓછા ક્રેડિટ સ્કોર પર લોનના વ્યાજનો દર વધુ રહેશે.

ખેડૂત પુત્ર માટે આઈસીઆઈસીઆઈ બેંક એ લોન આપવાની નવી રીત અપનાવી છે.આઈસીઆઈસીઆઈ બેંકે ખેડૂત પુત્રને લોન આપવાની નવી રીત અપનાવી છે. જેમાં ખેડૂત પુત્ર ના ખેતર ની સેટેલાઈટ મારફતે ખેતરની તસ્વીરો લેશે અને લોન આપશે. જેથી ઓછા સમય ગાળામાં લોન મંજુર થશે. બેંકના સૂત્રોના જણાવ્યા મુજબ ખેડૂતોની આર્થિક સ્થિતિનો સાચો અદાંજ લગાવાશે અને ઓછા સમય ગાળામાં લોન મંજુર કરશે.

કોટક મહિન્દ્ર બેંકના નવા નિર્ણય મુજબ બેંક આપશે કાર્ડલેસ કેસની સુવિધા. જેથી ફ્રોડ થવાની સંભાવના ઘટશે. કોટક મહિન્દ્ર બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ડેબીટ કાર્ડની જરૂર નથી. નોધપાત્ર વાત એ છે કે, એસબીઆઈની જેમ કાર્ડલેસ રોકડની સુવિધા શરૂ કરી છે. આ સુવિધાનો લાભ લેવા માટે ગ્રાહકોને મોબાઈલ બેન્કિંગ અથવા નેટ બેન્કિંગ થી લોગ ઇન કરવું પડશે.જેના દ્વારા કાર્ડ લેસ વિડ્રોલ કરી શકશે.