NCB સમક્ષ રિયાએ કબૂલી ડ્રગ્સ ચેટની વાત, આજે ફરી થશે પુછપરછ

0
58

બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે ડ્રગ એંગલ સામે આવ્યા બાદ રવિવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અભિનેત્રી ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની લગભગ છ કલાક પૂછપરછ કરી. એનસીબીએ રિયાની પુછપરછ કરતા પહેલા જ તેના ભાઈ શોવિક ચક્રવર્તી અને સુશાંતના ભૂતપૂર્વ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાને કસ્ટડીમાં લીધા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર ગઈકાલે થયેલી પુછપરછમાં રિયાએ ઘણા મહત્વના ઘટસ્ફોટ કર્યા છે.  એટલું જ નહીં તેણે ડ્રગ્સ ચેટની વાતની કબૂલાત આપી અને એનસીબી ટીમને ઘણી માહિતી આપી.

પૂછપરછ દરમિયાન રિયાએ જણાવ્યું હતું કે, 17 માર્ચે જ્યારે તે ઝૈદ પાસે ડ્રગ્સ લેવા ગયો ત્યારે સેમ્યુઅલ મીરાન્ડાને તેની જાણકારી હતી. રિયાએ જણાવ્યું છે કે તે સુશાંત સિંહ રાજપૂત માટે તેના ભાઈ શોવિક દ્વારા ડ્રગ્સ લઈ રહી હતી.  પુછપરછ દરમિયાન રિયાએ 15 માર્ચે એનસીબીની સામે શોવિક સાથે ડ્રગ ચેટ કરવાની કબૂલાત પણ આપી હતી.  રિયાએ કહ્યું કે મને ખબર છે કે શોવિક ડ્રગ પેડલર બાસિત પાસેથી સુશાંત માટે ડ્રગ્સ ખરીદતો હતો.  શોવિકની તેની સાથે સારી મિત્રતા હતી અને તે પણ અમારા ઘરે આવતો હતો. આજે પણ રિયાની વધુ પુછપરછ હાથ ધરાશે. ત્યારે અનુમાન છે કે રિયા વધુ જાણકારી આ અંગે એનસીબીને આપસે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here