સુશાંતના ફાર્મ હાઉસ પર ડ્રગ્સ પાર્ટી થતી, તેના મિત્રો આવતાં… વાંચો રવિવારે NCBએ કરેલા પ્રશ્નો અને રિયાએ આપેલા જવાબો

0
71

સીબીઆઈ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે તપાસ કરી રહી છે. આ કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી સોમવારે ફરીથી એનસીબી ઓફિસમાં ડ્રગ્સ કેસમાં હાજર થઈ છે. પ્રથમ દિવસની પૂછપરછમાં રિયાએ ઘણા મહત્વપૂર્ણ ઘટસ્ફોટ કર્યા પરંતુ એનસીબી તેના જવાબોથી સંતુષ્ટ નથી. એનસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે રિયા ચક્રવર્તીની 6 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ શરૂ થતાં જ તેને ભાઈ શોવિકની સામે તે રડવા લાગી હતી. જ્યાર બાદ અધિકારીઓએ તેને એકલી બેસાડી પુછપરછ કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે એનસીબી દ્વારા રિયા ચક્રવર્તીને લગભગ 60 થી 70 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાંથી રિયા 15 જેટલા પ્રશ્નોના જ જવાબ આપી શકી હતી. આ દરમિયાન રિયાએ કબૂલાત કરી કે તેણે માર્ચથી એપ્રિલ સુધી દીપેશ પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હતું. જોકે અભિનેત્રીએ પોતે ડ્રગ્સ લેતી હોવાની વાતનો ઇનકાર કર્યો હતો.  તેણે કહ્યું હતું કે તેણે ક્યારે ડ્રગ્સ લીધું નથી તે ફક્ત સિગરેટ પીવે છે. રિયાએ કબૂલાત કરી છે કે તે 5 વખત ડ્રગ પેડલર અબ્દુલ બાસિતને મળી ચૂકી છે. એકવાર શૂટિંગ પર પણ મળ્યા હતા. આ સિવાય રવિવારની પુછપરછમાં રિયાએ કઈ કઈ વાત કબૂલી જાણો તે પણ.  

સુશાંતના ફાર્મ હાઉસમાં ડ્રગ પાર્ટી થતી

રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહના ફાર્મ હાઉસમાં થતી પાર્ટીઓ વિશે પણ જણાવ્યું હતું. રિયાના કહેવા પ્રમાણે સુશાંતના ફાર્મ હાઉસમાં ઘણી વાર પાર્ટી થતી હતી, જેમાં ડ્રગ્સ પણ આવતું હતું. રિયાએ જણાવ્યું કે બોલિવૂડના સુશાંતના કેટલાક મિત્રો અને કેટલાક ટીવી કલાકારો પણ આ પાર્ટીમાં આવીને ડ્રગ્સ લેતા હતા. રિયાએ આ તકે સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ્સ વિશે એનસીબી સાથે વાત કરી છે.

સુશાંતના પરિવાર વિશે રિયાએ કર્યો ખુલાસો 

રિયા ચક્રવર્તીએ પૂછપરછમાં કહ્યું હતું કે તે સુશાંતના પરિવાર વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી પણ આપશે. રિયાએ આ દરમિયાન સીબીડી ઓઈલનો ઉલ્લેખ કર્યો હતો. હવે એનસીબી મુંબઈ પોલીસ અને સીબીઆઈને સુશાંત સિંહના ફ્લેટ્સમાંથી જે વસ્તુઓ મળી છે તેની માહિતી મેળવશે, જેથી જાણી શકાય કે મુંબઈ પોલીસ અને સીબીઆઈને એક્ટરના એપાર્ટમેન્ટમાંથી સીબીડી ઓઈલ જેવું કંઈક મળી આવ્યું છે કે નહીં. 

રિયાએ કહ્યું કે સુશાંતે યુરોપની યાત્રા વચ્ચે કેમ છોડી દીધી?

સૂત્રોના જણાવ્યા અનુસાર રિયાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે સુશાંત તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મના શૂટિંગ દરમિયાન ખૂબ જ ડિપ્રેશનમાં આવ્યો હતો. તે ફિલ્મના શૂટિંગ દરમિયાન તેણે વધુ ડ્ગ્સ લેવાનું શરૂ કર્યું. રિયાએ દાવો કર્યો હતો કે સુશાંત સિંહે યુરોપની ટ્રીપ એટલા માટે અધુરી છોડી દીધી કે તેને ત્યાં ડ્રગ્સ ન મળ્યું, જેના કારણે તે બેચેન રહેવા લાગ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here