જસદણના આટકોટ રોડ બાયપાસ સર્કલ નજીક યુવાને આપઘાત કરવા માટે ટ્રકમાં ઝંપલાવ્યું : રાજકોટ સારવાર માટે ખસેડાયો.

0
64

આટકોટજસદણમાં આટકોટ રોડ બાયપાસ સર્કલ પાસે સવારે 10-30 કલાક આસપાસ એક આદિવાસી યુવાને આપઘાત કરવા માટે રોડ પરથી પસાર થતા ટ્રકમાં ઝંપલાવતા તેના બન્ને પગ સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાદમાં તેને 108ની મદદથી પ્રથમ જસદણની સરકારી હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણના આટકોટ રોડ બાયપાસ સર્કલ પાસે સોજીત્રા પેટ્રોલપંપની બાજુમાંથી પસાર થતા એક ટ્રકમાં હાર્દિક સરદારભાઈ ડામોર(ઉ.વ.24)(રહે-શંકરપુરા,જીલ્લો-દાહોદ) નામના આદિવાસી યુવાને આપઘાત કરવા માટે ઝંપલાવ્યું હતું. પરંતુ સદનસીબે તે યુવાનનો જીવ બચી ગયો હતો અને બન્ને પગ સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના હાઈ-વે રોડ પર બની હોવાથી લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને 108ની મદદથી યુવાનને પ્રથમ જસદણની સરકારી હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા જસદણ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ યુવાને ક્યાં કારણોસર આપઘાતનું પગલું ભર્યું હતું વગેરે દિશાએ તપાસ આરંભી હતી. જોકે આ બનાવમાં યુવાને ક્યાં કારણોસર ટ્રકમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેનું હજુ સુધી સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી.


અહેવાલ- કરશન બામટા ,આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here