ગોંડલ આમ આદમી પાર્ટી દ્વારા મંજૂરી વગર મીટીંગ કરાતા ગુન્હો નોંધાયો

0
339

ગોંડલ વિશ્વભરમાં ફેલાયેલો નોવેલ કોરોનાવાયરસ ના કારણે કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા વાયરસનું સંક્રમણ રોકવા આવશ્યક સેવાઓ સિવાય તમામ અવર-જવર પર પ્રતિબંધ મુકેલો હોય ચાર કે તેથી વધુ લોકો એક જગ્યાએ એકઠા થવાનું ન હોય સભા સરઘસ સંમેલન કે મેળાવડા કરવાના ન હોય તેમ છતાં પણ ગોંડલ આમ આદમી પાર્ટી દ્વારા યુવા જોડો અભિયાન અંતર્ગત એકઠા થઈ મંજૂરી વગર મીટીંગ ભરાતા સીટી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

સીટી પોલીસ આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી નિમિષાબેન ખુટ, પંકજભાઈ ડોબરીયા, જય નંદાપરા, ગોંડલ તાલુકા પ્રમુખ કેયુર શેખડા, ભાર્ગવ સાવલિયા, મનીષભાઈ ભુવા તેમજ અન્ય આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરુદ્ધ ipc કલમ 188, 269, 114 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.