સુશાંત કેસમાં ડ્રગ્સ મામલે રીયા ચક્રવર્તીના ભાઈએ શું કર્યો મોટો ધડાકો ?

0
150

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં રવિવારે સવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)એ રિયા ચક્રવર્તીનાં ઘરે જઈને સમન્સ મોકલ્યું હતું.

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં ડ્રગ્સ કેસમાંઝડપાયેલા અભિનેત્રી રીયા ચક્રવર્તીના ભાઈ શોવિકે મોટો ધડાકો કર્યો છે. શોવિકે દાવો કર્યો છે કે, ડ્રગ્સ લાવવા માટેનાં નાણાં રીયા આપતી હતી અને આ નાણાં સુશાંતના ખાતામાંથી કાઢવામાં આવતાં હતાં. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) પાસે આ વાતના મજબૂત પુરાવા છે. આ કેસમાં ઝડપાયેલા અન્ય આરોપી સેમ્યુઅલ મિરાંડાએ પણ આ જ નિવેદન આપ્યું છે. મિરાંડાએ કહ્યું હતું કે, ડ્રગ્સ લાવવા માટેનાં નાણાં રીયા આપતી હતી અને આ નાણાં સુશાંતના ખાતામાંથી કાઢવામાં આવતાં હતાં. શોવિકની પૂછપરછ ચાલુ છે. તે જેમની પાસેથી ડ્રગ્સ વાલતો હતો તે ડ્રગ્સ ડીલર અંગે જાણકારી મેળવવામાં આવી રહી છે.

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં રવિવારે સવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)એ રિયા ચક્રવર્તીનાં ઘરે જઈને સમન્સ મોકલ્યું હતું. ડ્રગ્સ મામલે રવિવારે તેની પૂછપરછ કરવામાં આવશે. સુશાંત કેસમાં ડ્રગ્સ કનેક્શનની તપાસમાં અત્યાર સુધી 6 લોકોની ધરપકડ થઇ ચૂકી છે. આ લોકોમાં સુશાંતનો હેલ્પર દીપેશ સાવંત, અબ્દુલ બાસિત, જૈદ વિલાત્રા, શોવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા અને અબ્બાસ લખાણીનો સમાવેશ થાય છે. કૈઝન ઇબ્રાહિમની પણ ધરપકડ કરી હતી, પરંતુ શનિવારે તેને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here