કોરોનાને કારણે દેશની તિજોરી પર મોટો ફટકો પડ્યો છે. દેશની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે ગુજરાત સરકારે મોટો નિર્ણય કરતા વયનિવૃત્તિ બાદ કરાર આધારિત કર્મચારીઓના પગારમાં કાપ મુક્યો છે. વયનિવૃત્તિ બાદ કરાર આધાર પર જોડાયેલા કર્મચારીઓના પગારમાં રાજ્ય સરકાર દ્વારા 30 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે. સરકારે ટેક્નિકલ-નોન ટેક્નિકલ કરાર આધારિત કર્મીઓના પગારમાં કાપ મુકાયો છે.
- વયનિવૃતિ પછીના કરારમાં અધિકારીઓના પગારમાં 30 ટકા કાપ
- મંત્રીઓ, ધારાસભ્યો બાદ નિવૃત અધિકારીઓના કરારમાં કાપ
- ઠરાવનો અમલ 1 જૂલાઇથી લાગુ પડશે
કોરોનાના કારણે સરકાર પગાર સહિતના તમામ ખર્ચમાં કાપ મુકી રહી છે. ત્યારે ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ પર વયનિવૃતિ બાદ કરારના ધોરણે નિમણૂંક સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના માસિક વેતનમાં ૩૦ ટકાનો ઘટાડો કરવા નિર્ણય કરાયો છે.
ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સરકારની મંજૂરી બાદ કરવામા આવેલા ઠરાવ મુજબ વયનિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણૂંક પામેલા કે પામતા કર્મચારીઓ અને અધિકારીઓને મળતા એકત્રિત વેતનમાં ૩૦ ટકા ઘટાડો કરવામા આવ્યો છે.
- સુશાંતના મોતનું કારણ CBI હજુ શોધી શક્યું નથી ત્યાં સ્વામીએ જણાવી દીધા 2 કારણો
- SBI ગ્રાહકો માટે મોટા સમાચાર, આ જાણી લેજો નહીંતર બૅંક ખાતું ખાલી થઈ જશે
- કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કંપનીઓ થઈ માલામાલ જ્યારે ખેડૂતો બેહાલ થયાના આરોપ
સરકારના આ ઠરાવનો અમલ એક જુલાઈથી લાગુ ગણાશે. કોરોનાની મહામારીને પગલે ઓછી આવક સામે વધુ ખર્ચને પહોંચી વળવા સરકાર દ્વારા મંત્રીઓ, ધારાસભ્યોના પગાર ૩૦ ટકા ઘટાડો કરાયો છે ઉપરાંત સરકારી અને પંચાયત સેવાના કર્મચારીઓ અને અધિકારીઓ ૧-૧-૨૦૨૦થી ચુકવવાપાત્ર થતુ મોંઘવારીભથ્થુ ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી ન ચુકવવા નિર્ણય કરાયો છે.
નિવૃત્તિ બાદના નિમણૂંક પામલા કોન્ટ્રાક્ટ પરના કર્મચારી-અધિકારીની સંખ્યા રાજ્યની વિવિધ કચેરીમાં ઘણી મોટી થાય છે. ત્યારે સરકારના આ ઠરાવનો અમલ નોન ટેકનિકલ અને ટેકનિકલ જગ્યા પરના તમામ કર્મચારી-અધિકારીને લાગુ પડશે.