ટાટા ગ્રુપના પ્રમુખ ન હોત તો તમે શું કરત? રતન ટાટાએ આપ્યો અનોખો જવાબ

0
83
ટાટા સન્સ (Tata Sons) ના પ્રમુખ રતન ટાટા (Ratan Tata) સોશ્યિલ મીડિયા પર સૌથી વધુ લોકપ્રિય છે. ટ્વિટરથી લઇને ઇન્સ્ટાગ્રામ સુધી દરેક પ્લેટફોર્મ પર તેઓ પોતાના ચાહકો (ફેન્સ) સાથે જોડાયેલા છે. રતન ટાટા સોશિયલ મીડિયા પર ઘણી વખત પોતાના શબ્દો અને વાર્તાથી લોકોને પ્રોત્સાહન પુરુ પાડતા હોય છે અને ક્યારે જૂના ફોટો શેર કરતાં હોય છે.

તેમની સોશિયમ મીડિયામાં કરવામાં આવતી પોસ્ટને હજારો શેર અને લાઇક મળે છે. ખાસ વાત એ છે કે ઘણી વખત ચાહકોના સવાલોના જવાબ પણ આપે છે. ગત દિવસોમાં તેના ચાહકો માટે એક એવી તક સામે આવી. લોકોએ તેમના ઘણા બધા અંગત (પર્સનલ) સવાલ પૂછ્યાં હતા. ખાસ વાત એ રહી હતી કે રતન ટાટાએ બહુ શાંતિ અને પ્રમાણિકતાથી દરેક સવાલનો જવાબ આપ્યો. 

સવાલ-જવાબનો રાઉન્ડ

રતન ટાટાએ 5 સપ્ટેમ્બરના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું હતું, મારા ઇનબોક્સમાં ઘણા બધા મેસેજ છે, પરંતુ હું બધાના જવાબ આપી શકતો નથી. તમે બધાએ ઘણા સારા સવાલ પણ પૂછ્યાં છે. તેમાંથી કેટલાકનો જવાબ આપવા ઇચ્છું છું. ઇન્સ્ટાગ્રામ પર એક સવાલ-જવાબનો ફીચર છે, હું અહીં જ કેટલાક સવાલોના જવાબ દેવાનો પ્રયત્ન કરીશ. 

ટાટા સન્સ (Tata Sons) ના પ્રમુખ રતન ટાટા (Ratan Tata) સોશ્યિલ મીડિયા પર સૌથી વધુ લોકપ્રિય છે. ટ્વિટરથી લઇને ઇન્સ્ટાગ્રામ સુધી દરેક પ્લેટફોર્મ પર તેઓ પોતાના ચાહકો (ફેન્સ) સાથે જોડાયેલા છે. રતન ટાટા સોશિયલ મીડિયા પર ઘણી વખત પોતાના શબ્દો અને વાર્તાથી લોકોને પ્રોત્સાહન પુરુ પાડતા હોય છે અને ક્યારે જૂના ફોટો શેર કરતાં હોય છે.
 

  • સુશાંતના મોતનું કારણ CBI હજુ શોધી શક્યું નથી ત્યાં સ્વામીએ જણાવી દીધા 2 કારણો
  • SBI ગ્રાહકો માટે મોટા સમાચાર, આ જાણી લેજો નહીંતર બૅંક ખાતું ખાલી થઈ જશે
  • કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કંપનીઓ થઈ માલામાલ જ્યારે ખેડૂતો બેહાલ થયાના આરોપ


રતન ટાટાના અનોખા જવાબ
ત્યારબાદ રવિવા સાંજે રતન ટાટાએ અનેક સવાલોના જવાબ આપ્યા. તેમના દરેક જવાબ વાંચી તમારા ચહેરા પર હાસ્ય આવી જશે. કોઇ યુઝરે તેમને પૂછ્યું કે જો તમે ટાટા ગ્રુપના પ્રમુખ ન હોત તો પછી શું હોત? આ સવાલના જવાબમાં રતન ટાટાએ કહ્યું, શક્ય છે કે એક કામયાબ આર્કિટેક્ટ બનવાનો પ્રયત્ન કરતો હોત.

એક યૂઝરે તેમને પૂછ્યું કે એવા લોકોનો કેવી રીતે મુકાબલો કરવો જે ઇમાનદાર ન હોય? તેના જવાબમાં રતન ટાટાએ કહ્યું, જે પણ કોઇએ તમારા પર ભરોસો કર્યો છે  જો તમે તેમની સાથે ઇમાનદાર છો તો તમે એવા લોકોના પણ અસરદાર રીતે મુકાબલો કરી શકો છે. એક યૂઝરે તેમને પૂછ્યું શું તમે યોગ કરો છો. તેના જવાબમાં રતન ટાટાએ કહ્યું કે, હા દરરોજ સાંજે હું યોગ કરું છું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here