RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું, વધારે ખરાબ થઈ શકે છે અર્થવ્યવસ્થા, સરકાર રાહત પેકેજ વધારે નહીંતર…

0
334
રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે દેશના જીડીપીના આંકડાની સાથે તમામે એલર્ટ થઈ જવું જોઈએ. રાજને પોતાના લિંક્ડઈન પેજ પર એક પોસ્ટમાં લખ્યુ કે ઈનફોર્મર સેક્ટરના આંકડા જોડવામાં આવશે તો ઈકોનોમીમાં 23.9 થી વધારે ખરાબ ઘટાડો નોંધાશે. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાને અમેરિકા અને ઈટલીથી વધારે નુકશાન થયું છે. આ બન્ને દેશો કોરોનાથી વધારે અસર ગ્રસ્ત રહ્યા છે.
  • ભારતમાં ડિસ્પેન્સનરી ખર્ચાની સ્થિતિ નબળી રહેશે
  •  સરકારે અત્યાર સુધી જે રાહત આપી છે તે પૂર્તી નથી
  • અત્યાર સુધીમાં અર્થવ્યવસ્થાને બહું નુકસાન થઈ ચૂક્યુ છે

રાજને કહ્યું કે જ્યાં સુધી વાયરસ પર કાબૂ મેળવવામાં ન આવે ત્યાં સુધી ભારતમાં ડિસ્પેન્સનરી ખર્ચાની સ્થિતિ નબળી રહેશે. તેમણે કહ્યું કે સરકારે અત્યાર સુધી જે રાહત આપી છે તે પૂર્તી નથી. તેમણે કહ્યું કે સરકાર ભવિષ્યમાં પ્રોત્સાહન પેકેજ આપવા માટે આજે સંસાધનોને વેચવાની રણનીતિ પર ચાલી રહી છે. જે આત્મઘાતી છે. સરકારી અધિકારીઓ વિચારી રહ્યા છે કે વાયરસ પર કાબુ મેળવ્યા બાદ રાહત પેકેજ આપીશું. તે સ્થિતિની ગંભીરતાને ઓછી આંકી રહ્યા છીએ. અત્યાર સુધીમાં અર્થવ્યવસ્થાને બહું નુકસાન થઈ ચૂક્યુ છે.

  • સુશાંતના મોતનું કારણ CBI હજુ શોધી શક્યું નથી ત્યાં સ્વામીએ જણાવી દીધા 2 કારણો
  • SBI ગ્રાહકો માટે મોટા સમાચાર, આ જાણી લેજો નહીંતર બૅંક ખાતું ખાલી થઈ જશે
  • કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કંપનીઓ થઈ માલામાલ જ્યારે ખેડૂતો બેહાલ થયાના આરોપ

તેમણે કહ્યું કે જો તમે અર્થતંત્રને એક દર્દીની જેમ જોવો તો તેને સતત સારવારની જરુર છે. રાજને કહ્યું કે રાહત વગર લોકો જમવાનું છોડી દેશે. તે બાળકોને સ્કુલોમાંથી ઉઠાડી દેશે અને તેને કામ કરવા અથવા ભીખ માંગવા મોકલી દેશે. દેવુ લેવા માટે સોનાને ગિરવે મુકશે, ઈએમઆઈ અને મકાનનું ભાડુ વધી જશે. આ પ્રકારના રાહતના આભાવે નાના અને મધ્યમ કંપનીઓ પોતાના કર્મચારીઓને પગાર  નહીં આપી શકે. તેમનું દેવું વધતુ જશે અને અંતમાં તે બંધ થઈ જશે. આ રીતે જ્યાં સુધીમાં વાયરસ પર કાબુ મેળવાશે ત્યાં સુધીમાં અર્થતંત્ર બરબાદ થઈ જશે.

આરબીઆઈના પૂર્વ ગવર્નરે કહ્યું કે આ ઘારણા ખોટી છે કે સરકાર રિલિફ અને સ્ટિમુલસ બન્ને ખર્ચ નથી કરી શકતી. રાજને કહ્યું કે સંસાધનોને વધારવા અને ચતુરાઈની સાથે ખર્ચ કરવાની જરુરિત છે. ઓટો જેવા કેટલાક સેક્ટરમાં તેજી વી શેપ્ડ રિકવરના કાઈ લક્ષણ નથી.