બિહાર ભાજપ સુશાંતસિંહ રાજપૂતનાં સ્ટિકર અને માસ્ક કેમ વહેંચી રહ્યો છે?

0
113

સુશાંતસિંહ રાજપૂત

દિવંગત ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતને લઈને ભારતીય જનતા પક્ષ, બિહારના કલા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા એક સ્ટિકર જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને રાજકીય આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે.

સ્ટિકરમાં સુશાંતની હસતા ચહેરાવાળી તસવીર લાગી છે, હેશટૅગ જસ્ટિસ ફોર સુશાંતની સાથે એક સ્લોગન લખ્યું છે, “ના ભૂલે હૈ! ના ભૂલને દેંગે”

સુશાંતનું સ્ટિકર

બિહાર ભાજપના કલા અને સાંસ્કૃતિક વિભાગે આવાં 30 હજાર સ્ટિકર્સ સિવાય સુશાંતસિંહના ચહેરાની તસવીરવાળા 30 હજાર ફેસ માસ્ક પણ આખા રાજ્યમાં વહેંચ્યા છે.

સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે ભાજપે સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે.

14 જૂને મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં સુશાંતસિંહ રાજપૂતનો મૃતદેહ મળ્યો હતો.

આ કેસની તપાસ હવે સીબીઆઈ કરી રહી છે. કેસના કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

line

ચૂંટણીપ્રચાર કરવાનો આરોપ

વરુણકુમાર સિંહ
ઇમેજ કૅપ્શન,વરુણકુમાર સિંહ

બિહારમાં વિપક્ષની મુખ્ય પાર્ટી રાષ્ટ્રીય જનતા દળે સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુને લઈને આવેલાં સ્ટિકર્સ અને ફેસ માસ્ક દ્વારા ભાજપ પર પાર્ટીનો ચૂંટણીપ્રચાર કરવાનો આરોપ મૂક્યો છે.

પાર્ટીના રાષ્ટ્રીય પ્રવકતા નવલ કિશોર યાદવે કહ્યું, “સુશાંતના મૃત્યુનું દુખ છે પણ તેનાથી પણ દુખદ છે તેમના મૃત્યુનો તમાશો બનાવવો.”

“ભાજપ ચૂંટણીપ્રચાર માટે હવે આજ કરી રહી છે. જ્યાં સુધી સુશાંતના મૃત્યુની તપાસનો સવાલ છે તો રાષ્ટ્રીય જનતા દળ જ સૌથી પહેલી પાર્ટી છે.”

“જેના નેતા તેજસ્વી યાદવ અભિનેતાના પરિવારના લોકોને મળવા માટે ગયા, સંવેદના દર્શાવી અને તે જ સમયે સીબીઆઈ તપાસની માગ કરી હતી.”

“હવે આ કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે, ધીમે-ધીમે સત્ય સામે આવી રહ્યું છે. એટલા માટે આ કેસને આગળ ન વધારવો જોઈએ.”

  • સુશાંતસિંહ મૃત્યુકેસ : એ રિયા ચક્રવર્તીની કહાણી જેમનાં પર લાગ્યો આરોપ
line

ભાજપ અને આરજેડી આમને સામને

વરુણકુમાર સિંહ

નવલ કિશોર યાદવ પ્રમાણે રાષ્ટ્રીય જનતા દળની પાસે ચૂંટણી લડવા માટે આનાથી જરૂરી મુદ્દાઓ પણ છે.

રાજ્યમાં ભ્રષ્ટાચાર અને ગુનેગારી ચરમસીમાએ છે, લૉકડાઉનમાં આવેલા લાખો પ્રવાસી મજૂરો સાથે કામ નથી, તે ફરીથી પલાયન કરવા મજબૂર બન્યા છે.

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પર રાજકારણના આરોપ અંગે કલા અને સાંસ્કૃતિક વિભાગ, બિહાર, ભાજપના પ્રદેશ સંયોજક વરુણકુમાર સિંહ કહે છે, “આ રાજકારણ અને ચૂંટણી સાથે જોડવું ખોટું છે. અમારા સંગઠન સાથે તમામ કલાકાર જોડાયેલા છે અને આ કલાકાર તરીકે સુશાંત પ્રત્યે અમારી ભાવનાઓ વ્યક્ત કરવાનો રસ્તો છે.”

સ્ટિકર્સ રીલિઝ કરવા અને ફેસ માસ્ક વહેંચવાના ટાઇમિંગને લઈને વરુણનું કહેવું છે, “અમે સુશાંતના મૃત્યુના બીજા દિવસે સીબીઆઈ તપાસ માટે અવાજ ઉઠાવ્યો હતો.”

“એક અભિયાન ચલાવીને પાર્ટીના ઉચ્ચ નેતાઓને આની સાથે જોડ્યા, વડા પ્રધાન અને બિહારના મુખ્ય મંત્રીને પત્ર લખ્યા અને આ ક્રમમાં કેટલાક કલાકારોએ વિચાર્યું કે તે અલગ રીતે (સ્ટિકર્સ અને માસ્ક દ્વારા) પોતાની ભાવનાઓ વ્યકત કરે.”

આ બધી વસ્તુઓ અમે ઘણા સમય પહેલાંથી કરી રહ્યા છીએ અને અમારું અભિયાન હાલ સુધી સફળ પણ રહ્યું છે. અમારી ગાડી પર આવા સ્ટીકર પહેલાથી જ છે, પરંતુ સંયોગ છે કે લોકોની નજર હવે જઈ રહી છે.”

  • સુશાંતસિંહ રાજપૂત શું બૉલીવૂડની દુશ્મનીને કારણે ડિપ્રેશનમાં હતા?
line

ભાજપ આ મામલે શું કહે છે?

સુશાંતસિહંના પિતાની સાથે ભોજપુરી ફિલ્મ અભિનેતા વરુણસિંહ અને પવનસિંહ
ઇમેજ કૅપ્શન,સુશાંતસિંહના પિતાની સાથે ભોજપુરી ફિલ્મ અભિનેતા વરુણસિંહ અને પવનસિંહ

પાર્ટીના કલા અને સાંસ્કૃતિક વિભાગ આ સ્ટિકર્સ સાથે ભાજપ કેટલો સંયોગ રાખે છે?

આના જવાબમાં બિહાર ભાજપના પ્રવક્તા નિખિલ આનંદ કહે છે, “મેં પોતે આને ટ્વીટર શેર કર્યું છે. અમે આને રાજકારણ સાથે જોડવા માગતા ન હતા. આ બિહારના કલાકારોનું અહીંના ઊભરતા સ્ટાર્સને સમ્માન આપવાનો મુદ્દો છે.”

નિખિલ આગળ કહે છે, “જ્યાં સુધી વાત પાર્ટીના કલા અને સાંસ્કૃતિક વિભાગની છે તો તેનું પાર્ટી સાથેનું જોડાણ જરૂર છે પરંતુ તે એક ઇન્ડિપેન્ડેટન પ્લૅટફૉર્મ છે. કલાકારોનું સંગઠન છે. કલાકારોની અભિવ્યક્તિને રાજકારણથી પ્રેરિત બતાવવી યોગ્ય નથી.”

બીજી તરફ સરકારમાં ભાજપના સહયોગી દળ જનતા દળ યુનાઇટેડનો મત છે કે સુશાંતને ન્યાય અપાવવા માટે અવાજ ઊઠી રહ્યો છે લોકોને રાજકારણ સાથે જોડવા યોગ્ય નથી.

જનતા દળના પ્રવક્તા અને સરકારમાં આઈપીઆરડી મંત્રી નીરજ કુમાર કહે છે, “જો શોધીશું રાજકારણ તમામ જગ્યાએ છે. પરંતુ સરકાર સુશાંતને લઈને જો કહી રહી અને કરી રહી છે તેનો કોઈ રાજકીય ઇરાદો નથી. એક બિહારી બીજા બિહારી માટે અને એક કલાકાર બીજા કલાકાર માટે અવાજ ઉઠાવી રહ્યો છે.”

  • સુશાંતસિંહ રાજપૂતનાં એ સપનાં જે અધૂરાં રહી ગયાં…
line

આ ચૂંટણીનો મુદ્દો બની શકશે?

સુશાંત સિંહ

જોકે, બિહાર ચૂંટણીની તારીખોની જાહેરાત હાલ સુધી થઈ નથી. પરંતુ ચૂંટણી આયોગની ગતિવિધિ અને તૈયારીઓ પર નજર નાખીઓ તે એ જોઈને લાગે છે કે ચૂંટણી ઑક્ટોબર-નવેમ્બરમાં નક્કી સમયે જ કરાવવામાં આવશે.

આમ પણ લગભગ તમામ પાર્ટીઓએ કૅમ્પેન શરૂ કર્યું છે. તમામના પોતપોતાના મુદ્દા છે. પરંતુ ભાજપ અને જનતા દળ યુનાઇટેડ તરફથી સુશાંતસિંહના મૃત્યુને વધારે માન આપવામાં આવી રહ્યું છે.

આ મામલે વરિષ્ઠ પત્રકાર મણિકાંત ઠાકુર કહે છે, “તમામને એવું લાગે છે કે બિહાર ચૂંટણીમાં સુશાંતસિંહના મૃત્યુનો મુદ્દો બનાવીને ફાયદો મેળવી શકાય છે. પરંતુ એવું કાંઈ નથી.”

“ભાજપ હોય કે નીતિશ કુમારની જનતા દળ યુનાઇટેડ, જો તે એમ વિચારે છે કે સુશાંતના મૃત્યુને મુદ્દો બનાવીને બિહાર ચૂંટણી જીતી જવાશે તો આ દિવાસ્વપ્નની જેમ છે. અહીંના ચૂંટણીના મુદ્દા આનાથી ઘણા અલગ છે જે વધારે જાતિ આધારિત અને ધાર્મિક છે.”

મણિકાંત ઠાકુર કહે છે, “સુશાંતના મૃત્યુને રાજકીય ચશ્માંથી જોવાની જરૂર નથી. આ બિહાર અને બિહારીઓ માટે ઇમોશનલ મુદ્દો છે. તમામને સત્ય જાણવાની ઉત્સુક્તા છે કે છેલ્લે ઊભરતા તારલાની સંદેહાસ્પદ રીતે મૃત્યુ કેવી રીતે થયું? પરંતુ મને નથી લાગતું કે આનો ચૂંટણીમાં કોઈ રોલ રહેશે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here