સુશાંત ડેથ કેસમાં આજે થઇ શકે છે રિયાની ધરપકડ, શોવિકનો થશે મેડિકલ ટેસ્ટ

0
281

સુશાંત સિંહ રાજપૂત કેસ હવે વેગ પકડી રહ્યો છે. ત્યારે સુશાંત કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીના ભાઇ શોવિક ચક્રવર્તીની ધરપકડ થઇ બાદમાં રિયાને પણ એનસીબીએ પૂછપરછ માટે બોલાવી હતી. આજે ફરી રિયાની પૂછપરછ થશે.

  • સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ 
  • રિયાની થઇ શકે છે આજે ધરપકડ 
  • રિયાના ભાઇ શોવિકનો થશે મેડિકલ ટેસ્ટ

રિયાના જવાબોથી એનસીબી સંતુષ્ટ નહોતી થઇ શકી, ત્યારે હવે શોવિક, રિયા અને મિરાંડાને સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે. બીજી તરફ સુશાંતના મિત્ર સંદિપ સિંહ પર ઘણા સમયથી સવાલ ઉઠાવી રહ્યાં હતા ત્યારે સંદિપ પણ ખૂલીને સામે આવ્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની અને મિતૂ સિંહની ચૅટ વાયરલ કરીને સફાઇ આપી છે. 

  • સુશાંતના મોતનું કારણ CBI હજુ શોધી શક્યું નથી ત્યાં સ્વામીએ જણાવી દીધા 2 કારણો
  • SBI ગ્રાહકો માટે મોટા સમાચાર, આ જાણી લેજો નહીંતર બૅંક ખાતું ખાલી થઈ જશે
  • કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કંપનીઓ થઈ માલામાલ જ્યારે ખેડૂતો બેહાલ થયાના આરોપ

સુશાંતની બહેનની ભાઇને પ્રોમિસ
રિયાના ભાઇ શોવિકની ધરપકડ થતાં સુશાંતની બહેન શ્વેતા સિંહે ટ્વિટ કરી હતી અને ભગવાનનો આભાર માન્યો હતો. શ્વેતા સિંહ કીર્તિએ ટ્વિટ કરીને લખ્યુ કે, આપણે એકબીજાને પ્રોમિસ કર્યુ હતુ કે આપણે એકબીજાની રક્ષા કરીશું પરંતુ હુ ફેઇલ થઇ ગઇ ભાઇ. આજે હું અને સંપૂર્ણ દેશ તમને બીજુ એક પ્રોમિસ કરીએ છીએ કે અમે તમારી ડેથ મિસ્ટ્રીનુ સત્ય દુનિયા સામે લાવીને જ રહીશું. હું મારા ભાઇને ઓળખતી હતી, તે ખુશમિજાજ માણસ હતો.

રિયાની પૂછપરછ
રવિવારે રિયાની પૂછપરછ થતા તેણે 3 મોટા રહસ્ય ખોલ્યા હતા. તેણે શોવિક સાથે થયેલી ચૅટને કબૂલ કરી હતી અને કહ્યું હતું કે તે અને શોવિક સુશાંત માટે ડ્રગ્સ ખરીદતા હતા. હવે આજે ફરી એકવાર તેની પૂછપરછ કરવામાં આવશે અને આજે રિયા ચક્રવર્તીની ધરપકડ થઇ શકે છે. 

મેડિકલ ટેસ્ટ માટે મિરાન્ડા અને શોવિક ગયા

જૈદ, સેમ્યુઅલ મિરાંડા અને શોવિક ચક્રવર્તીને મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યા છે, બાદમાં તે ત્રણને સામે બેસાડીને રિયા સાથે પૂછપરછ કરવામાં આવશે. હવે આગળ શું થાય છે તે જોવુ રહ્યું.