રાજકોટ: હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલ છે જે કોરોના વાયરસની કોઇ દવાઓ હાલ શોઘાયેલ નથી પરંતુ કોરોના વાયરસ પોઝીટીવ આવેલ દદી ને અન્ય અગાઉ કોરોના વાયરસ પોઝીટીવ આવેલ દદી જેઓ સ્વસ્થ થતા તેના 28 દિવસ બાદ તેના પ્લાઝમા ડોનેટ કરી શકે છે જે પ્લાઝમામાં કોરોના વાયરસ પોઝીટીવ આવેલ દદી ને આપવાથી તે ઝડપથી સ્વસ્થ થાય છે.
રાજકોટ શહેર પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારી/કર્મચારી કે જેઓને કોરોના વાયરસ પોઝીટીવ આવેલ જે અધિકારી /કર્મચારીઓ સ્વસ્થ થયેલ છે અને જે પૈકી 28 દિવસ અગાઉ સ્વસ્થ થઇ કોરોના વાયરસ નેગેટીવ આવેલ હોય તેવા અધિકારી/કર્મચારીઓ રાજકોટ શહેરની જાહરે જનતાને ઉદાહરણ પરુ પાડવા માટે પોતાના પ્લાઝમા ડોનેટ કરનાર છે જેથી કરી કોરોના વાયરસ સંક્રમિત દદીને તે પ્લાઝમા આવ્યે તેઓ જડપથી સ્વસ્થ થઇ શકે તેમજ જાહરે
જનતામાં પણ એક સંદેશ પ્રશરે જેથી કરી જાહરે જનતામાં પણ અગાઉ કોરોના વાયરસ પોઝીટીવ આવેલ હોય અને જેઓ ને સ્વસ્થ થયાના 28 દિવસ થઇ ગયેલ હોય જેઓ આગળ આવી પોતાના પ્લાઝમા ડોનેટ કરે જેથી કરી સમગ્ર ભારતમાં લોકો એક બીજાના ખભેથી ખભા મીલાવી કોરોના વાયરસની મહામારી સામે લડત આપી શકે અને માનવતાનુ એક ઉમદા ઉદારણ પરુ પાડી શકે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા રાજકોટ શહેર પોલીસ ડિપાર્ટમેન્ટના અગાઉ કોરોના વાયરસ પોઝીટીવ આવેલ અધિકાર /કર્મચારીઓ ને કે જેઓ 28 દીવસ અગાઉ સ્વસ્થ થઇ ગયેલ હોય તેઓને પ્લાઝમા ડોનેટ કરવા આગળ આવી ઉમદા ઉદારણ પરુ પાડવા જણાવવામાં આવ્યુ હતું જેથી રાજકોટ શહેર ડી.સી.બી. પો.સ્ટે.મા પો. સબ ઇન્સ. તરીકે ફરજ બજાવતા એચ.બી.ધાંધલ્યા જે રાજકોટ શહેરમાં સૌ પ્રથમ કોરોના સંક્રમિત થયા બાદ તેઓ કોરોના નેગેટીવ આવતા સ્વસ્થ થતા જેઓ એ પ્લાઝમા ડોનેટ કરી રાજકોટ શહેરની જાહરે જનતાને પણ અપીલ કરવામાં આવે છેકે જે પણ લોકો કોરોના વાયરસના સંક્રમિત થયા બાદ 28 દિવસ અગાઉ કોરોના વાયરસને માત આપી સ્વસ્થ થયેલ હોય તેઓએ આગળ આવી પોતાના પ્લાઝમા ડોનેટ કરવુ જેથી કરી અન્ય લોકો જલ્દીથી સ્વસ્થ થાય અને કોઇનો જીવ બચી શકે જેથી વધુમાં વધુ પ્લાઝમા ડોનેટ કરી કોરોના વાયરસ સામેની લડતમાં એક થઇ માનવતાનુ ઉમદા ઉદારણ પરુ પાડવુ જોઇએ.