મહામારી એવા તબકકામાં પહોંચી છે કે સરકાર પણ લાચાર: ધડાકો

0
246
દેશમાં કોરોના સંક્રમણ હવે તેની જ રીતે વિદાય લે તેવી સ્થિતિ સર્જાઈ છે

નવી દિલ્હી પ્રત્યેક દિવસે નવા ઈન્ફેકશનની સંખ્યા ઉંચીને ઉંચી જતી હોઈ, ભારતમાં કોરોના વાયરસ મહામારી બેલગામ તબકકામાં પ્રવેશી છે. શનિવારે 90000ની સપાટી પહેલીવાર તોડયા પછી રવિવારે 9000 કેસો નોંધાયા હતા.

ગત સપ્તાહમાં છ લાખ કેસો કનફર્મ્ડ ઈન્ફેકશનમાં ઉમેરાયા હતા જે વિશ્વમાં અમેરિકા પર સૌથી વધુ છે. એમાંના 75% ટોપ 10 રાજયોમાંથી આવ્યા છે. મહારાષ્ટ્ર એકલું કુલ કેસોમાં 22% હિસ્સો ધરાવે છે.

વાસ્તવમાં દેશ આખામાં બે સપ્તાહથી જોવા મળતી પેટર્ન દર્શાવી રહ્યું છે. રાજય દરરોજ 12000 થી 14000ની રેન્જમાં નવા કેસો રિપોર્ટ કરતુ હતું, પણ છેલ્લા કેટલાક દિવસોમાં કેસોમાં ઉતરોતર વધારો જોવા મળ્યો છે. શનિવારે 20000થી વધુ અને રવિવારે 23,000થી વધુ કેસો થયા હતા. આંધ્રપ્રદેશ પણ બે સપ્તાહથી રોજના 10000 થી 11000 કેસો નોંધાવી રહ્યું છે. યોગાનુયોગ છેલ્લા ત્રણ દિવસથી નવા કેસો સામે રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધુ છે.

પરંતુ ટોપ 10 રાજયોની બહારના કેટલાક રાજયો તીવ્ર વધારો દર્શાવી રહ્યા છે. એમાં છતીસગઢ અને ઝારખંડ મુખ્ય છે. વાસ્તવમાં, આ બન્ને રાજયોમાં હાલ સૌથી ઉંચો વૃદ્ધિદર છે. રવિવારે છતીસગઢમાં 3500 નવા કેસો નોંધાયા હતા. હજુ એક સપ્તાહ પહેલાં રાજયમાં 1500થી વધુ કેસો કયારેય જોવા મળ્યા નહોતા.

વિજ્ઞાનીઓ સ્વીકારે છે કે ભારતમાં મહામારી એવા તબકકામાં છે જેમાં સરકાર હસ્તક્ષેપ કરે તો પણ કેસોની સ્પીડમાં નોંધપાત્ર કોઈ ફેર પડશે નહીં. કેસોની સંખ્યામાં સતત વધારાનું એક કારણ ટેસ્ટીંગમાં વધારો છે. રાહતની વાત એ છે કે તેમ છતાં પોઝીટીવીટી રેટ ઘટી રહ્યો છે. આ સંજોગોમાં કેસોની વધુ સંખ્યા ટેસ્ટીંગની વધુ સંખ્યાને આભારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here