જેતપુર: પરપ્રાંતીય મજુર પરિવારોનું હેલ્થ ચેકઅપ 

0
886

સમય અને નોકરીની ચિંતા કર્યા વગર દોડવું એ જ આજના સમયમાં અમારી સાચી ફરજઃ ડો.કુલદિપ સાપરીયા

જેતપુર તા.૧૬: તાલુકા હેલ્થ કાર્યાલય દ્વારા શહેર તથા તાલુકામાં હોમ કોરોન્ટાઇન હેઠળ આવેલા દર્દીઓની સારવાર, રેગ્યુલર ચેકઅપ તેમજ કારખાનામાં વસવાટ કરતા મજુર પરિવારોની રૂબરૂ સંપર્ક કરીને હેલ્થ ચેક અપ અભિયાન શરૂ કરવામાં આવેલ હતું.

સમય તેમજ નોકરીની પરવાહ વગર સતત દોડતા હેલ્થ ઓફિસરની ખાસ વાતચીતમાં જણાવેલ કે, વિશ્વ વ્યાપી કોરોના હાહાકારમાં જેતપુર શહેર તથા તાલુકાની હેલ્થ ટીમ સતત કાર્યશીલ છે. વિદેશ ગમનથી આવેલા પ્રવાસીઓ, અન્ય રાજ્યમાંથી આવેલા કુલ ૪૩૩ લોકોને ૧૪ દિવસ સુધી હોમ કોરોન્ટાઇનમાં રાખવામાં આવેલ હતા. હોમ કોરોન્ટાઇનમાં રાખેલા તમામ લોકોનો ચેક અપ દરમીયાન તેમજ અનુસાશન મુજબ સરકારના નિયમોનું પાલન કરીને સારો સાથ સહકાર મળેલ છે, અત્યાર સુધીમાં ૧પથી વધુ કોરોના સેમ્પલ મોકલેલ પરંતુ ભગવાનની કૃપાથી આજસુધી જેતપુર શહેર કે તાલુકામાં કોઇપણ પોઝીટીવ કેસ સામે આવેલ નથી.

સાડી ઉધોગના હબ સમા જેતપુર શહેરમાં પરપ્રાંતીય મજુરો તેમના પરિવાર સહિત જે તે કારખાનામાં વસવાટ કરતા હોય છે, જેથી તેમનું હેલ્થએપ કરવું જરૂરી લાગતું હોય ત્યારે ડો.કુલદિપ સાપરીયા, ડો.નિલેશ કાછડીયા, ડો.વિજય સાકરીયા સહિતના તબીબ-નર્સીંગ ટીમે અભિયાન શરૂ કરીને જીઆઇડીસી, રબારીકા રોડ, ભાદર સામો કાંઠો, ખોડિયાર ધાર, દાસીજીવન પરા સહિતના વિસ્તારોમાં કુલ પ૩૪૯ લોકોને ઇન્ફ્રારેઇડ થર્મોમિટર(થર્મલ ગન)થી શરીરનું તાપમાન ચેક કરીને જા કોઇને શરદી-ઉધરસ- સામાન્ય તાવની સ્થળ ઉપર જ દવાઓ આપવામાં આવેલ હતી.

જા કે કોઇપણ દર્દીઓને લક્ષણો જણાય તો તે માટે એક ડેડીકેટડ એમ્બુલન્સ પણ તૈયાર રાખવામાં આવેલ છે, જા કોઇ બનાવ બને તો તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડી શકાય. આ ઉપરાંત સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ(આરબીએસકે) અંતર્ગત કારખાનામાં વસવાટ કરતા પરિવારના નાના બાળકોમાં કુપોષણ, કમજાર બાળક, ખોટ ખાપણ વાળુ બાળકને સમયાંતરે કીટો પહોંચાડીને તેમની કાળજી રાખવાની જરૂરી સુચનાઓ તેમના વાલીઓને આપી ચેકઅપ કરવામાં આવ્યું હતું.

જા કે કોરોના મહામારીમાં લોકો પોતે સ્વયં કાળજી પૂર્વક ધ્યાન રાખેલ લોક ડાઉનનું સરકારની ગાઈડ લાઇન મુજબ પાલન કરેલ તેના કારણે આજે જેતપુર સંપૂર્ણ સુરક્ષીત છે.

પ્રસ્તુત તસ્વીરમાં કારખાનામાં અંદર ઓરડીમાં રહેતા મજુર પરિવારોનું હેલ્થ ચેકઅપ કરતી ટીમ દશ્યમાન થાય છે.

(તસ્વીર: રાકેશ પટેલ-જેતપુર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here