રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી એક વખત વરસાદી માહોલ જામશે. 11 અને 12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

0
157

ગાંધીનગર: રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી એક વખત વરસાદી માહોલ જામશે. 11 અને 12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 12 તારીખે કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 121 ટકા વરસાદ વરસી ચુક્યો છે. આગામી બે દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પણ પડશે. નોંધનીય છે કે, રવિવારે પણ અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

રાજ્યમાં સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધીમાં 7 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરાપાડા તાલુકામાં 1.9 ઇંચ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં છુટો છવાયો અને ભારે વરસાદ પડી શકે છે. 11 અને 12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. 12 તારીખે કેટલાક વિસ્તારમાં વધુ ભારે વરસાદ આવી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 121 ટકા વરસાદ નોંધાયો છે. હાલ માછીમારો માટે કોઈ ચેતવણી નથી આપવામાં આવી. 30 સપ્ટેમ્બર સુધી ચોમાસુ ચાલુ રહેશે.

ગુજરાતમાં પડેલા સાર્વત્રિક વરસાદના પગલે રાજ્યના 94 તાલુકાઓમાં સિઝનનો 40 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો હતો. જેમાં 103 ડેમ 100 ટકા કરતા વધુ ભરાયા હતા. આ વખતે જોકે સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં થયો તેની વાત કરીએ તો કચ્છમાં 251.66 ટકા વરસાદ નોંધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here