1 એપ્રિલથી 7 સપ્ટેમ્બર દરમિયાન વાહનોના વેચાણમાં 66 ટકાનો ઘટાડો : ગત વર્ષ પાંચ માસમાં 21080 જયારે ચાલુ વર્ષે માત્ર 7070 વાહનો વેચાયા
રાજકોટ તા. 7
કોરોના વાયરસની મહામારીએ મારેલા ફૂંફાડાના પગલે શહેરમાં વાહનોના વેચાણમાં ભારેખમ ઘટાડો થવા પામેલ છે. જેના પગલે મ્યુનિ. કોર્પોરેશનની વાહન વેરાની આવકમાં ત્રણ કરોડનું મસમોટુ ગાબડુ પડી ગયેલ છે.
રાજકોટમાં ગત વર્ષે એટલે કે વર્ષ 2019માં તા. 1 એપ્રિલથી 7 સપ્ટેમ્બર દરમિયાન 21080 વાહનો વેચાણ થવા પામેલ હતા. જેમાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર-સિકસ વ્હીલર તેમજ અધર વાહનો મળી કુલ 20180 વાહનોનું વેચાણ થયુ હતુ. જેના મારફતે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનને વાહન વેરાની 57,810,899 ની આવક થવા પામી હતી.
તેની સાપેક્ષમાં ચાલુ વર્ષે તા. 1 એપ્રિલથી 7 સપ્ટેમ્બર દરમિયાન 7070 જેટલા ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર અને સિકસ વ્હીલર વાહનો વેચાણ થવા પામેલ છે. જેના થકી રાજકોટ મહાનગર પાલિકાને રૂ.27,990,871 ની આવક થવા પામેલ છે. આમ ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કોરોના ફુંફાડાનાને લઇને વાહનોના વેચાણમાં 66 % નો ભારેખમ ઘટાડો થયેલ છે. જેના પગલે મ્યુનિ. કોર્પોરેશનને વાહન વેરાની આવકમાં 3 કરોડનું મસમોટુ ગાબડુ પડી જવા પામેલ છે.
ચાલુ વર્ષે છેલ્લા પાંચ માસના સમયગાળામાં શહેરમાં પેટ્રોલના ટુ વ્હીલર વાહનો પ411 જેટલા વેચાયા છે. જયારે પેટ્રોલના 4 વ્હીલર વાહનો 1159 અને ડીઝલ ફોર વ્હીલર કાર 202 જેટલા વેચાયા છે. જયારે સીએનજી ફોર વ્હીલર કાર 2 અને ડીઝલ ફોર વ્હીલર અન્ય વાહનો 10પ જેટલા વેચાયા છે.સ તેમજ અન્ય ફોર વ્હીલર પેટ્રોલના વાહનો 20 જેટલા વેચાણ થવા પામેલ છે.
ગત વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન 21080 વાહનોનું શહેરમાં વેચાણ થવા પામેલ હતુ. જયારે ચાલુ વર્ષે ગત વર્ષની સાપેક્ષમાં વાહનોનું વેચાણ ઘટીને 7070 થવા પામેલ છે. ગત વર્ષે આ પાંચ માસ દરમિયાન વાહન વેરાની મ્યુનિ. કોર્પોરેશનને 57,810,899 થવા પામી હતી. જયારે ચાલુ વર્ષે છેલ્લા પાંચ માસ દરમિયાન 7070 જેટલા વેચાણ થયેલા વાહનોની વેચાણ વેરાની મહાનગર પાલિકાને 27,990,871 આવક થવા પામી છે. આમ વાહનોના વેચાણમાં કોરોનાના પગલે મસમોટુ ગાબડુ પડતા વાહન વેરાની આવકમાં ગત વર્ષની સાપેક્ષમાં ઘટાડો થવા પામેલ છે.