અંબરિશ ડેર બાદ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં, કાલે લક્ષણો જણાતા કરાવ્યો હતો રિપોર્ટ

0
111
રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે રાજકીય ક્ષેત્રે પણ કોરોના સતત ફેલાઈ રહ્યો છે. ત્યારે હવે કોંગ્રેસના કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભીનો કોરોના પોઝિટિવ આવ્યો છે.
  • કપડવંજના કોંગ્રેસના ધારાસભ્યને કોરોના પોઝિટિવ
  • કાળુસિંહ ડાભીનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
  • કાલે શંકાસ્પદ જણાતા હોસ્પિટલમાં થયા હતા દાખલ

કોંગ્રેસના વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરિશ ડેર બાદ કંપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભીને કોરોના થયો છે. ગઇકાલે શંકાસ્પદ જણાતા તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. કોરોનાના લક્ષણોને લઇને રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. કોંગ્રેસના વધુ એક નેતા કોરોનામાં સપડાતા નેતાઓમાં ચિંતા વ્યાપી છે.

મહત્વનું છે કે, બે દિવસ અગાઉ ધારાસભ્ય અંબરિશ ડેરને કોરોના પોઝિટિવ આવતા તેઓ પોતાના ફાર્મહાઉસમાં ક્વોરન્ટાઇન થયા હતા. 

  • સુશાંતના મોતનું કારણ CBI હજુ શોધી શક્યું નથી ત્યાં સ્વામીએ જણાવી દીધા 2 કારણો
  • SBI ગ્રાહકો માટે મોટા સમાચાર, આ જાણી લેજો નહીંતર બૅંક ખાતું ખાલી થઈ જશે
  • કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કંપનીઓ થઈ માલામાલ જ્યારે ખેડૂતો બેહાલ થયાના આરોપ

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કુલ 20થી વધુ ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત ચાર મોટા નેતાઓને પણ કોરોના થયો હતો. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયા, ગેનીબેન ઠાકોર, રઘુ દેસાઈ અને ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here