- વડોદરામાં હાલ 1385 એક્ટિવ કેસ પૈકી 147 દર્દી ઓક્સિજન અને 55 દર્દી વેન્ટિલેટર ઉપર છે
મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક વધીને 8921 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 152 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 7384 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1385 એક્ટિવ કેસ પૈકી 147 દર્દી ઓક્સિજન ઉપર અને 55 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1183 દર્દીની હાલત સ્થિર છે.
વડોદરાના આ વિસ્તારોમાં સોમવારે કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ માંજલપુર, મકરપુરા, સુભાનપુરા, છાણી, ગોરવા, વાઘોડિયા રોડ, પાદરા રોડ, ન્યુ.વી.આઇ.પી.રોડ, કારેલીબાગ, વાસણા રોડ, સમા, તાંદલજા, વાસણા, તરસાલી, નવાપુરા, ફતેપુરા, શિયાબાગ, ગોત્રી, પાણીગેટ, માંડવી, નવી ધરતી, સોમા તળાવ
ગ્રામ્યઃ પાદરા, કરજણ, સાવલી, સેવાસી, સિસ્વા, આસોજ, પોર, ડભોઇ, ઉંડેરા, બાજવા, ભાયલી, બીલ
ઉત્તર ઝોનમાં સૌથી વધુ 2140 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 8921 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1478, પશ્ચિમ ઝોનમાં 1426, ઉત્તર ઝોનમાં 2161, દક્ષિણ ઝોનમાં 1758, વડોદરા ગ્રામ્યમાં 2062 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.
વડોદરામાં હાલ 3879 લોકો ક્વોરન્ટીન
વડોદરા શહેરમાં હાલ 3879 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 3874 લોકો હોમ ક્વોરન્ટીન અને 5 લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન ક્વોરન્ટીન છે.
વડોદરામાં 91,778 લોકો રેડ ઝોનમાં
વડોદરા શહેરમાં અત્યારે 23,242 ઘરમાં 91,778 લોકો રેડ ઝોનમાં છે. જ્યારે 36,881 ઘરમાં 1,24,329 લોકો ઓરેન્જ ઝોનમાં છે. 42,571 ઘરમાં 1,53,805 લોકો યલો ઝોનમાં છે.