લગ્નની ઉતાવળ વર–કન્યાને નહીં, હોલના સંચાલકોને છે, ૧૦૦ની મર્યાદા દૂર કરવા રજૂઆત

0
240
  • વેડીંગ, ઇવેન્ટ એન્ટ એકિઝબિશન ઇન્ડસ્ટ્રીઝ તરફથી કેન્દ્ર અને રાય સરકાર પાસે આર્થિક પેકેજની માગણી, હજારોની રોજગારી છીનવાઇ રહી હોવાનો દાવો


ગુજરાતમાં લગ્નની ઉતાવળ જેટલી વર–કન્યાને નથી, તેમના માતા પિતા કે સગાસબંધીઓને નથી તેટલી ઉતાવળ લહોલના સંચાલકોને છે. આ સંચાલકોના બનેલા એક એસોસિયેશને કેન્દ્ર અને સરકારને વિનંતી કરી છે કે આ સેકટરને બચાવવા માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે અને હજારો લોકોની રોજી બચાવવા ૧૦૦ વ્યકિતની મર્યાદાને દૂર કરવામાં આવે.


કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણના સમયમાં અનલોક–૪માં લગ્ન સમારંભમાં ૧૦૦ વ્યકિતને એકત્ર કરવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ તે હોલ સંચાલકોને માન્ય નથી. પાંચ મહિનાથી લગ્ન હોલ બધં હોવાથી હજારો લોકોની પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી છીનવાઇ ગઇ છે. વેડીંગ, ઇવેન્ટ અને એકિઝબિશન ઇન્ડસ્ટ્રીઝ તરફથી કેન્દ્ર અને રાય સરકાર પાસે આર્થિક પેકેજ માગવામાં આવ્યું છે, એટલું જ નહીં ૧૦૦ની મર્યાદાને રદ્દ કરવાની માગણી કરવામાં આવી છે.


લોકડાઉનમાં મોટી સંખ્યામાં લગ્ન તથા પ્રદર્શનના બુકિંગ કેન્સલ થવાને કારણે કેટરિંગ, મંડપ ડેકોરેટર્સ, પાર્ટી–પ્લોટ, ફોટોગ્રાફી સહિતના તમામ પ્રત્યક્ષ–પરોક્ષ રીતે સંકળાયેલા બિઝનેસને જંગી નુકશાન થયું છે. આ સેકટરમાં કામ કરતાં હજારો લોકોની રોજીરોટી છીનવાઇ ગઇ છે. ઘણાં ઇવેન્ટ મેનેજરોએ તેમનો વ્યવસાય બદલી નાંખ્યો છે. આ સેકટરમાં જો રાહત આપવામાં નહીં આવે તો ઘણાં એકમો બધં થઇ જવાની દહેશત છે અને હજારો લોકોની નોકરીઓ જશે.


અમદાવાદમાં મિડીયા સાથેની ચર્ચામાં ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા કેટરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશન સહિતના બીજા પાંચ એસોસિયેશનોએ મર્યાદાને ઉઠાવી લેવાનો આગ્રહ કર્યેા છે. કેટરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે, અનલોકની માર્ગદર્શિકા સાથે હાલના સમયમાં મહત્તમ ૧૦૦ મહેમાનો સાથે લગ્ન સમારંભોનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ વ્યવસાયનું કદ જોતાં તે પર્યા નથી. સરકાર ઇવેન્ટ, એકિઝબિશન તેમજ લ સમારંભમાં વધુ લોકોને ઉપસ્થિત રહેવાની અનુમતિ આપે તે જરી છે.


ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશનના સ્થાપક અને પ્રમુખ ડો.જયદીપ મહેતાએ જણાવ્યું હતું કે, કોવિડની મહામારીને કારણે અર્થવ્યવસ્થા જંગી નુકશાનનો સામનો કરી રહી છે. નાના–મોટા ઉધોગોને કોરોનાએ અબજો પિયાનું નુકશાન પહોંચાડુ છે. સરકાર અનલોકિંગની રણનીતિ અપનાવી રહી છે જેણે સેંકડો હજારો ઉધોગોને અસ્તિત્વ ટકાવી રાખવા માટે ચોક્કસપણે ઓકિસજન પુ પાડુ છે. જોકે, વેડિંગ, ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝ અને એકિઝબિશનને અનલોકિંગની ગાઇડલાઇનમાંથી આજે પણ રાહતનો શ્વાસ મળ્યો નથી.


ઇન્ડિયન એકિઝબિટર્સ, કોન્ફરન્સિસ એન્ડ ઇવેન્ટસ સર્વિસિસ એસોસિયેશનના જતીન પટેલ (દેવઘર)એ જણાવ્યું હતું કે, એકિઝબિશન ઓર્ગેનાઇઝર્સ તથા સપ્લાયરો આજે ભારે ભીંસમાં આવી ગયાં છે. તેમનું ભાવિ ધૂંધળું થઇ ગયું છે. માર્ચ ૨૦૨૦ થી શ થયેલું લોકડાઉન હજી સુધી સંપૂર્ણ ખુલ્યું નથી. આ સેકટર દરેક ઉધોગોની અને ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ માટે સીધી સહાય કરે છે. હાલ લોકડાઉનના પાંચ મહિનામાં આ સેકટર સાથે સંકળાયેલ તમામ વ્યવસાય કરનારાઓને ખુબજ મોટું નુકશાન થયું છે.


આ સેકટરમાં કેટરર્સ, ઇવેન્ટ પ્લાનર્સ, ફુલવાળા, ટેન્ટ અને મંડપ કોન્ટ્રાકટરો, ફર્નિચરવાળા, ટ્રાન્સપોર્ટર, લાઇટ અને સાઉન્ડની સર્વિસ આપનાર કોન્ટ્રાકટરો, ફોટોગ્રાફરો અને વીડિયોગ્રાફરો, પ્રિન્ટર્સ, વિવિધ મ્યુઝિકલ અને પર્ફેામિગ આર્ટિસ્ટ, બ્યુટિશિયન, વેલર્સ, કાપડના વેપારીઓ, ડિઝાઇનર્સ, ઇવેન્ટ પ્લાનર્સ, ટૂર ઓપરેટર્સ, હોટલ, બેંકવેટ–હોલ, પાર્ટી પ્લોટ તથા અન્ય અને ઘણાં બધાં લોકો જોડાયેલા છે. તેમની રોજીરોટીનો મોટો પ્રશ્ન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here