રિયાની ફરિયાદ પર સુશાંતની બહેને કર્યુ ટ્વીટ, ક્હ્યું જૂઠી FIR અમને કોઈ તોડી શકશે નહીં

0
246

રિયા ચક્રવર્તીની ફરિયાદ પર બાંદ્રા પોલિસ સ્ટેશનમાં સુશાંતની બંને બહેનો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. બંને બહેનો વિરુદ્ધ સુશાંતને આત્મહત્યા કરવા ઉત્સાવવાનો આરોપ લગાવ્યો છે. રિયાની FIR પર સુશામતની બહેન શ્વેતા સિંહે ટ્વીટ કરીને કહ્યુ છે કે કોઈ પર વસ્તુ અમને તોડી શકશે નહીં, એક જૂઠી FIR તો બિલકુલ નહીં.

સુશાંતની બહેનો અને એક ડોક્ટર તરૂણ કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાયાના 12 કલાકની અંદર જ FIR  નોંધવામાં આવી હતી. બાંદ્રા પોલિસ સ્ટેશનમાં ઈંસ્પેક્ટર પ્રમોદ કુંભારે બંને બહેનો અને એક ડોક્ટર વિરુદ્ધ FIR નોંધી હતી.

ડોક્ટર દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં કોર્ડિયોલોજીના અસોસિએટ પ્રોફેસર છે. તેમના પર સુશાંત માટે દવા ઉપલબ્ધ કરાવાનો આરોપ છે. આ ત્રણે પર આત્મહત્યા માટે ઉત્સાવાનો, ધોખાધડી અને અપરાધિક ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ બધા પર ભારતીય બંધારણની કલમ 420 (ધોખાધડી અને દગાખોરીથી સંપત્તિ હડપવી), 464 (ખોટા દસ્તાવેજ બનાવવા), 465 (ફસાવવા), 466 (અદાલતના દસ્તાવેજો સાથે ચેડા કરવા), 468 (ધોખાધડીના ઉદેશ્થી ફસાવવા), 474 (દસ્તાવેજો પર કબજો કરવો), 306 (આત્મહત્યા માટે ઉત્સાવવા) અને 120 (આપરાધિક કામનું ષડયંત્ર કરવા) ની કલમ લગાવવામાં આવી છે.