જૂનાં વાહનો ફરજિયાત ભંગારમાં કાઢી નાખવા ૫ડશે

0
483
  • નવા વાહનોની ડિમાન્ડ ઉભી થાય અને ઓટો સેકટર વેગવંતુ બને તે માટે કેન્દ્ર સરકાર સ્ક્રેપેજ પોલીસી લાવશે: વાહન ધારકોને દાયા પર ડામ


કેન્દ્ર સરકાર હવે જુના દ્રિચક્રી અને ચાર ચકરી વાહનો માટે ની પોલીસી આવતા મહિનાથી લાગુ કરવાની તૈયારી કરી રહી છે અને ટૂંક સમયમાં જ તેની જાહેરાત થઈ જવાની શકયતા છે. આ પગલાથી નવા વાહનો લોકો ખરીદી શકે તેમ માનવામાં આવે છે.


સરકાર ની ગણતરી એવી છે કે આ પોલિસી લાગૂ થઈ ગયા બાદ માર્કેટમાં શિથિલતા દૂર થશે અને અર્થવ્યવસ્થાને ઉત્તેજન મળશે. નવા વાહનોની માગમાં વધારો થશે અને વાહન ઉધોગ એક સારી રતાર પકડી લેશે.


સરકારના વર્તુળોએ એવી માહિતી આપી છે કે ગ્રાહકોને નવા વાહન ૩૦ ટકા સુધી સસ્તા મળશે. જુના વાહનોથી વાયુ પ્રદૂષણમાં ઘણો વધારો થતો હતો પરંતુ હવે તેમાં ૨૫ ટકા જેટલો ઘટાડો થવાની આશા છે.


બીજી બાજુ છેલ્લા ઘણા સમયથી મંદીનો સામનો કરી રહેલા વાહન સ્ક્રેપ માર્કેટ માં પણ મોટાપાયે રોજગારી મળશે અને હજારો લોકોને ફરી પોતાનો જીવનનિર્વાહ ચલાવવા ની તક મળશે.
માર્ગ પરિવહન મંત્રાલય દ્રારા એમ જાહેર કરવામાં આવ્યું છે કે ૧૫ વર્ષ જૂના વાહનો ને સ્ક્રેપ પોલીસી હેઠળ ગણવામાં આવશે. આ માટેનું કામ હવે અંતિમ ચરણમાં પહોંચી ગયું છે અને ટૂંક સમયમાં જ તેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે. નવી પોલિસીમાં એવી જોગવાઈ રાખવામાં આવી છે કે લોકો જુના વાહન વેચીને નવા વાહન ખરીદી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here