રૂ. 2 લાખ બાકી હોય બિલ્ડીંગ પાડી નાખવાની ધમકી આપી
જામ્યુકોમાં પેટા કોન્ટ્રાકટરને કામના રૂ.36 લાખ ચૂકવ્યા છતાં મનપાની કચેરીમાં હગામો મચાવતા ભારે દોડધામ મચી ગઇ હતી. રૂ.2 લાખ બાકી હોય બિલ્ડીંગ પાડી નાખવાની ધમકી આપતા પોલીસ દોડી ગઇ હતી અને પેટા કોન્ટ્રાકટરની અટકાયત કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
પેટા કોન્ટ્રાક્ટરની અટકાયત, ગુનો નોંધવાની તજવીજ
જામ્યુકોમાં જીમ બિલ્ડીંગ બનાવાનું કામ કોન્ટ્રાકટર ગુલાબ તડવીને સોંપવામાં આવ્યું હતું. તેનું પેટામાં કામ પરેશ ચોવટીયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કામ પેટે મૂળ કોન્ટ્રાકટરને રનીંગ બીલ પેટે રૂ.3599998 ચૂકવામાં આવ્યા છે. તેમાં મુખ્યત્વે સીસીટીવી કેમેરા, ઇલેકટ્રીક વર્ક અને બાકી રહેતા અંદાજે 60 કીમી કલરકામનું પેમેન્ટ માટે બીલીંગની પ્રક્રિયા ચાલુ છે. આમ છતાં સોમવારે પેટા કોન્ટ્રાકટર પરેશ ચોવટિયા જામ્યુકોની કચેરીમાં ધસી આવ્યો હતો અને અધિકારીની ઓફીસમાં હગામો મચાવી રૂ.50 લાખની માંગણી કરી બિલ્ડીંગ પાડી નાખવાની ધમકી આપી હતી. આથી મનપાના અધિકારીઓએ પોલીસને જાણ કરતા પોલીસે દોડી જઇ પરેશ ચોવટિયાની અટકાયત કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
અહેવાલ- સાગર સંધાણી ,જામનગર