સંજય દત્તે સોમવારે શમશેરાનું શૂટિંગ શરૂ કર્યું, સંજુની બીમારીને જોતા સેટ પર ચુસ્ત સુરક્ષા, દરેકનો કોરોના ટેસ્ટ થયો

0
144

દિવ્ય ભાસ્કરે હાલમાં જ ન્યૂઝ બ્રેક કર્યા હતા કે સંજય દત્ત સોમવારથી શમશેરાનું શૂટિંગ શરૂ કરી રહ્યા છે. યશરાજ સ્ટુડિયોના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. આ વચ્ચે શમશેરાના સેટ પરથી સંજયનો એક્સક્લુઝિવ ફોટો પણ સામે આવ્યો છે. કોરોના વાઇરસ સંક્રમણ અને સંજય દત્તના કેન્સરને ધ્યાનમાં રાખીને સેટ પર ચુસ્ત સુરક્ષાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો.

સંજયે આ પોસ્ટ મારફતે પોતે મેડિકલ બ્રેક પર જાય છે તેની પુષ્ટિ કરી હતી

ક્રૂના દરેક મેમ્બરનો કોરોના ટેસ્ટ થયો
સૂત્રોના જણાવ્યા મુજબ શમશેરાના સેટ પર સંજુ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સેટ પર ઘણા ઓછા લોકો હાજર હતા. જે પણ લોકો હતા તેમનો પહેલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને બધાના રિપોર્ટ નેગેટિવ હતા. બધાએ ઘણી સાવચેતી રાખીને કામ કર્યું. આવી રીતે બે દિવસમાં પેચ વર્ક સંપૂર્ણ રીતે પૂરું કરવામાં આવ્યું.

8 ઓગસ્ટથી લઈને અત્યાર સુધીની જર્ની
8 ઓગસ્ટે સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. તે દરમ્યાન તેની પત્ની માન્યતા અને બાળકો દુબઈમાં જ હતા. 4 દિવસ પછી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી પરંતુ 11 ઓગસ્ટે તેને લંગ કેન્સર હોવાની વાત સામે આવી. ત્યારબાદ તે વિદેશ સારવાર માટે જશે એવી અટકળો ચાલતી હતી. હાલ તો તે મુંબઈમાં જ ડો.જલિલ પારકર પાસે સારવાર લઇ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here