જેતપુર-નવાગઢ નગરપાલીકા તંત્ર દ્વારા અખાદ્ય મીઠાઈ-આઈસ્ક્રીમનો નાશ કરાયો

0
875

જેતપુર-નવાગઢ નગરપાલીકા તંત્રની કામગીરીની પ્રજાજનોએ પ્રશંસા કરી

તા.૧૭,જેતપુર: સમગ્ર ભારતમાં ચાલી રહેલા લોકડાઉનનો આજે ૨૪ મો દિવસ છે ત્યારે છેલ્લાં ૨૪ દિવસથી દરેક મીઠાઈની દુકાનો તથા ખાધ ચીજોનું ઉત્પાદન અને વેચાણ કરતા એકમોમાં સંગ્રહ કરાયેલ ખાદ્યચીજોનો જથ્થો વેચાણ માટે યોગ્ય ન જણાતા જેતપુર-નવાગઢ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરભરમાં દૂધની બનાવટની વાનગીઓ- મીઠાઈઓ તથા ફરસાણ સહિતની ચીજવસ્તુઓનાં જથ્થાનો નાશ કરવા માટે એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

જેમાં જેતપુરમાં છેલ્લાં ૨ દિવસમાં શહેરભરનાં મીઠાઈ તથા ફરસાણ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓનાં ઉત્પાદકોની દુકાન તથા ગોડાઉનો તંત્રની હાજરીમાં ખોલીને જે ચીજ વસ્તુઓ અખાદ્ય જણાય તેનો સત્વરે નાશ કરવામાં આવ્યો હતો જે તસ્વીરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.

છેલ્લાં ૨ દિવસથી ચાલતા અભિયાનને સફળ બનાવવા માટે જેતપુર-નવાગઢ નગરપાલીકાનાં સીનીયર સેનેટરી ઈન્સ્પેક્ટર એચ.સી. ટાટમિયા, દિલીપભાઈ મકવાણા,મનીષભાઈ જેઠવાણી તથા તેમની ટીમ સહિતનાઓ ખડેપગે રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here