મોવિયા ગામે દબાણ દૂર કરવાની અરજીનો ખાર રાખી યુવાનો પર આઠ શખ્સો નો જીવલેણ હુમલો

0
916

ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા સુરેશભાઈ પરસોત્તમભાઈ ભલાળા દ્વારા પોતાની ઘોઘાવદર જતા રસ્તા પર વારસાઈ જમીન આવેલી હોય અને ત્યાં વ્યાપક પ્રમાણમાં દબાણો થયેલું હોય તે દૂર કરવા ગ્રામપંચાયતમાં રજૂઆત કરવામાં આવી હોય જેનો ખાર રાખી રાજુ હેમુભાઈ ઝાપડા, ભરત જીલુભા ટારીયા, જસા પાંચાભાઇ ટારીયા, ગોબર દેવશીભાઇ લાંબરીયા, લાલજી બટુકભાઈ ટોટા, મેરુ મૂળજીભાઈ ઝાપડા, અજય ગાડુ ભાઈ ઝાપડા અને મૈસુર બધાભાઈ ઝાપડા દ્વારા લોખંડની કુંડલી વાડી લાકડીઓ થી જીવલેણ હુમલો કરાતા ગંભીર રીતે ઘવાતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 143 144 147 148 149 324 325 326 352 294 506 2 તેમજ જી પી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.