જામનગરમાં ચાર આતંકવાદીઓ બોમ્બ હથિયાર સાથે ધુસીયા. ટાર્ગેટ કરી

0
1840

જી. જી. હોસ્પિટલ આંતકવાદીઓને નાકામયાબ કરતી જામનગર પોલીસ

ગુરુ ગોવિંદ સિંગ હોસ્પિટલને બૉમ્બ થી ઉડાવી દેવા દરિયાઈ માર્ગે ધુસીયા આતંકવાદીઓ અંતે તંત્રએ મોકડ્રિલ હોવાનું જાહેર કરતા લોકો એ નિરાંતનો શ્વાસ લીધો

જામનગર ની સૌરાષ્ટ્ર ની સૌથી મોટી ગુરુ ગોવિંદસિંગ સરકારી હોસ્પિટલને બૉમ્બ થી ઉડાડી દઈ ભારતમાં કોઈપણ નાગરિક સુરક્ષિત નહિ હોવાનો ભય ફેલાવવા દરિયાઈ માર્ગે ચાર આતંકવાદી જામનગરમાં ધુસીયા હોવા નો ખાનગી ઇનપુટ મળતા જામનગર પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સક્રિય બની હતી.

સિક્કા ના દરિયામાર્ગે અને જોડિયા ના દરિયામાર્ગે થી ચાર આતંકવાદીઓ આર.ડી.એક્સ અને બૉમ્બ સહિત જામનગર આવી રહ્યા હોવાની બાતમીના આધારે જામનગર એસ.ઓ.જી. પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સમર્પણ હોસ્પિટલના સર્કલ પાસે થી બે આતંકવાદી અને ટાઉનહોલ સર્કલ પાસે થી બે આતંકવાદી ઓને બૉમ્બ અને હથિયાર સાથે ઝડપી લીધા હતા.

સમગ્ર ઘટના મોકડ્રિલ હોવાનું જાહેર થતા છેવટે લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો અને પોલીસ વિભાગ દ્વારા સફળ રીતે ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું.


અહેવાલ-સાગર સંધાણી ,જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here