રિયા ચક્રવર્તીની ધરપકડ, ડ્રગ્સ કેસમાં ત્રણ દિવસની પૂછપરછ બાદ NCBએ અરેસ્ટ કરી

0
272

રિયાની આજે એટલે કે 8 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ રિયાને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવશે. મેડિકલ ટેસ્ટ સાંજે 4.30 વાગ્યાની આસપાસ થશે. સતત ત્રણ NCBએ રિયાની પૂછપરછ કરી હતી. આ પહેલાં સોમવાર, સાત સપ્ટેમ્બરના રોજ રિયાની આઠ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. છેલ્લાં બે દિવસમાં રિયાની 14 કલાક પૂછપરછ થઈ હતી. ડ્રગ્સ કેસમાં રિયાનો ભાઈ શોવિક પહેલેથી જ NCBની કસ્ટડીમાં છે.

સુશાંતની બહેન શ્વેતાએ ટ્વીટ કરીને કહ્યું, ભગવાન અમારી સાથે છે

આ પહેલાં સુશાંતના ફાર્મહાઉસ NCBની ટીમ ગઈ હતી
રિયાની ધરપકડ થાય તે પહેલાં NCBની ટીમ સુશાંતના ફાર્મહાઉસ પાવના માટે ગઈ હતી. ફાર્મહાઉસની તપાસ કરવામાં આવશે.

ત્રીજા દિવસે રિયાએ ડ્રગ્સ લેવાની વાત સ્વીકારી હતી
રિયા ચક્રવર્તીની ત્રીજા દિવસે NCBએ પૂછપરછ કરી હતી. આજે (8 સપ્ટેમ્બર) રિયાએ પહેલી જ વાર કબૂલ કર્યું કે તેણે ડ્રગ્સ લીધું હતું. આ પહેલા રિયાએ કહ્યું હતું કે તેણે ક્યારેય ડ્રગ્સ લીધું નથી. રિયાએ તે બોલિવૂડ પાર્ટીઓના નામ આપ્યા છે, જ્યાં તે ડ્રગ્સ લેતી હતી. NCB હવે સુશાંતના કો-સ્ટાર્સ તથા એક્ટર્સને પણ સમન્સ પાઠવશે.

ડ્રગ્સ કેસમાં NCBની સૌથી મોટી કાર્યવાહી
ડ્રગ્સ કેસમાં NCBએ સૌથી મોટી કાર્યવાહી કરી છે. સૂત્રોના મતે, NCBએ ડોઝિયર તૈયાર કર્યું છે, જેમાં બોલિવૂડના 25 કલાકારોના નામ સામેલ છે. ટૂંક સમયમાં NCB બોલિવૂડ કલાકારોને સમન્સ પાઠવશે. આ લિસ્ટ રિયા-શોવિક, ડ્રગ્સ પેડલર્સ તથા ઈલેક્ટ્રોનિક ડિવાઈસની તપાસ બાદ તૈયાર કરવામાં આવ્યું છે.

રિયાની વ્હોટ્સએપ ચેટ સામે આવી હતી
આ દરમિયાન રિયાની વ્હોટ્સએપ ચેટ સામે આવી હતી. આ ચેટ રિયાએ બનાવેલા એક વોટ્સએપ ગ્રુપની હતી, તેમાં સેમ્યુઅલ મિરાન્ડા, શોવિક ચક્રવર્તી, સિદ્ધાર્થ પીઠાણી, આયુષ શર્મા, આનંદી અને દીપેશ સાવંત પણ મેમ્બર હતાં.

આ બધા સ્ટફ (ડ્રગ્સ) અને સિગરેટ રોલ કરવાની વાત કરી રહ્યા હતા. તેનાથી ખબર પડે છે કે તેના તાર ડ્રગ્સ સાથે જોડાયેલા હતા. આ ચેટમાં વોટરસ્ટોન રિઝોર્ટની પણ વાત થઇ રહી છે. તેમાં ડ્રગ્સનો ફોટો પણ શેર કરવામાં આવ્યો છે. આ ગ્રુપ ચેટ જુલાઈ 2019ની છે.

સામે આવેલી ચેટ્સમાં સુશાંતના ઘરે થનારી પાર્ટીના પ્લાનિંગ સાથે કયા અને કેટલા ડ્રગ્સ લેવા છે તેના પર વાત થઇ રહી હતી. તેમાં એવું પણ લખ્યું હતું કે સુશાંતને શું દેવાનું છે. જોકે, તેમાં સુશાંત ક્યાંયપણ વાત કરતો દેખાયો ન હતો. આ પહેલાં રિયાએ અમુક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમ્યાન કહ્યું હતું કે તેણે લાઈફમાં ક્યારેય ડ્રગ્સ નથી લીધા અને તે કોઈપણ ટેસ્ટ કરાવવા તૈયાર છે.

પહેલી ચેટ: તેમાં સિદ્ધાર્થ પીઠાણી, આયુષ શર્મા અને આનંદી છે. તેમાં ડ્રગ્સને લઈને ઘણી લાંબી ચર્ચા કરવામાં આવી રહી છે. રિયાએ લખ્યું, ડૂબી જોઈએ. સુશ માટે ડૂબી મોકલો. સિદ્ધાર્થ પીઠાણીએ કહ્યું, મિરાન્ડા અહીંયા છે. ડૂબી એક પ્રકારની ગાંજાની સિગરેટ હોય છે.

તેમાં ડ્રગ્સ અને વોટરસ્ટોન રિસોર્ટ બાબતે વાત થઇ રહી છે.

તેમાં ડ્રગ્સ અને વોટરસ્ટોન રિસોર્ટ બાબતે વાત થઇ રહી છે.

આ ચેટમાં અન્ય એક વ્યક્તિએ લખ્યું છે, વોટરસ્ટોનનું જે દિવસનું બુકિંગ કર્યું હતું તે કેન્સલ થઇ ગયું છે. રિયા તે વ્યક્તિને કહે છે કે લિફ્ટનો દરવાજો લોક કરી દેજે. આ ચેટમાં રિયાનો ભાઈ શોવિક પણ છે.

બીજી ચેટ: આ સેમ્યુઅલ મિરાન્ડાની ચેટ છે. તેમાં એક વ્યક્તિ કહે છે, અશોકને કોલ કરો. તેના જવાબમાં મિરાન્ડા કહે છે, સ્ટફ માટે ને? તેના જવાબમાં કોઈ પૂછે છે, આપણી પાસે હવે નથી જેના પર મિરાન્ડા કહે છે, ઓકે ઠીક. સામેથી કોઈ સિદ્ધાર્થને કહે છે, માત્ર એક ડૂબી બચી છે. આગળ સિદ્ધાર્થ કહે છે, અશોક કોના હવાલે કહી રહ્યો છે કે તે મેનેજ કરી દેશે. આ બાબતે સામે વાળો માણસ કહે છે કે મેં તેને આજે લાવવા માટે કહ્યું છે. ત્યારબાદ સિધાર્થ અશોકને કોલ કરવાની વાત કરે છે.

આમાં ડ્રગ્સ પૂરા થઇ ગયા હોવાની વાત કરવામાં આવી રહી છે

આમાં ડ્રગ્સ પૂરા થઇ ગયા હોવાની વાત કરવામાં આવી રહી છે

ત્રીજી ચેટ: સેમ્યુઅલ મિરાન્ડા આ ગ્રુપમાં ડ્રગનો ફોટો શેર કરે છે.

સેમ્યુઅલ મિરાન્ડાએ શેર કરેલ ફોટો

સેમ્યુઅલ મિરાન્ડાએ શેર કરેલ ફોટો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here